Gujarat

અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, ગુજરાત મા કેટલા જીલ્લા મા કરી ભારે આગાહી જાણો…

Spread the love

અંબાલાલ પટેલ નિષ્ણાત દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદના આવવાના એંધાણ છે. અંબાલાલ એ કહ્યું કે એક સપ્ટેમ્બરથી સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડશે તે ઉપરાંત 2 સપ્ટેમ્બરના સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગોમાં વરસાદ આવવાની સંભાવના છે.

બીજી તરફ 2 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ આવે તેવી સંભાવના છે ઉપરાંત 6 થી 10 સપ્ટેમ્બર દરમિયાન ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ દ્વારા આગાહી કરવામાં આવી છે.

બનાસકાંઠા, મહેસાણા માં કેટલી જગ્યાએ અતિભારે તો સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં એકથી બે ઇંચ વરસાદ પડશે એવું ખગોળશાસ્ત્રી અંબાલાલ દ્વારા કહેવામાં આવ્યું છે.

ખેડૂતોના માથે ચિંતાના વાદળો વરસાદ રૂપે વરસશે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. ગુજરાતમાં વરસાદી માહોલ જામવા થી સરકાર સહિત ગુજરાતના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

ગુજરાતમાં હવામાન વિભાગે વરસાદ આગામી પાંચ દિવસ સુધી સારો પડે તેવી આગાહી કરી છે. હાલમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થતાં સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયા દરમિયાન વરસાદી ઝાપટાં પડવાની શક્યતાઓ સેવાઇ રહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *