ગુજરાત પર બિપોરજોયનું કાઉન્ટડાઉન શરૂ ! ગુજરાતથી ફક્ત આટલું દૂર છે આ વાવાઝોડું, વાવાઝોડાને પગલે આ જિલ્લામાં ભારે વરસાદ….
છેલ્લા ઘણા સમયથી સમાચારપત્રો તથા ન્યુઝ ચેનલોમાં જો કોઈ સમાચાર સામાન્ય બની ગયા હોય તો તે બિપોરજોય વાવાઝોડાના છે, થોડા સમય માટે આ વાવઝોડા વિશે કહેવામાં આવી રહ્યું હતું કે આ વાવાઝોડું ઓમાન તરફ ફંટાઈ જશે પરંતુ અચાનક જ ફરી એક વખત આ વાવાઝોડાનો ખતરો ગુજરાત પર આવાનો છે, આ વાવઝોડુ દરિયાકાંઠાના અનેક વિસ્તારોને ખુબ વધારે અસર કરવાનું છે આથી જ કાંઠાના વિસ્તારમાં રહેલા અનેક લોકોનું સ્થળાન્તર પણ અત્યારે કરી નાખવામાં આવ્યું છે.
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ આ વાવાઝોડા અંગે એક બેઠક બોલાવી હતી અને જ્યા જ્યા આ વાવાઝોડું ત્રાટકવાનું છે તેવા તમામ વિસ્તારોમાં NDRF તથા SDRF ની અનેક ટીમોને મોકલી આપવામાં આવી છે અને બચાવકાર્ય શરૂ કરવામાં આવ્યું છે. આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ પણ આ વાવાઝોડા અંગેની અનેક જાણકારી પ્રાપ્ત કરીને તેના પર નજર રાખી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે બિપોરજોય વાવાઝોડું આજ રોજ સાંજે 4 વાગે ગુજરાતના જખૌ તથા પાકિસ્તાનના કરાચીમાં લેન્ડફોલ થશે તેવી સંભાવના સાધવામાં આવી રહી છે. મુખ્ય વાત તો એ છે કે આ વાવાઝોડાને લીધે ગુજરાત રાજ્યના અનેક એવા કાંઠાના વિસ્તારો ખુબ પ્રભાવિત થશે જેમાં મુખ્ય સૌરાષ્ટ તથા કચ્છના વિસ્તારોનો સમાવેશ થાય છે. આ અસરગ્રસ્ત વિસ્તારોમાં કોઈ પ્રકારની જાનહાની તેમ જ કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે થઇને 1 લાખ લોકોને સલામત જગ્યાએ ખસેડી દેવામાં આવ્યા છે.
સાંજે 4થી8 વાગ્યાની ગાળાની અંદર કચ્છના જખૌ તથા પાકિસ્તાનના કરાચીમાં આ વાવઝોડુ લેન્ડ થશે, જેવું તે લેન્ડ થશે ત્યારે જ હવાની ગતિ 125થી135 કિમિ પ્રતિ કલાકથી વધીને 150 કિમિ પ્રતિ કલાક સુધીની થઇ શકે છે તેવી આશઁકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ વાવાઝોડુ કચ્છ, દેવભૂમિ દ્વારકા,જામનગર તથા મોરબી જિલ્લાની અંદર ભારે તારાજી સર્જી શકે સંભાવના હાલ રહેલી છે જયારે સૌરાષ્ટ્રના પોરબંદર, રાજકોટ તથા જૂનાગઢના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે.
સૌરાષ્ટ્ર સિવાયના રાજ્યના અનેક ભાગોમાં મધ્યમથી હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે અસગ્રસ્ત થનારા વિસ્તારોમાં 18 NDRF, 12 SDRF, 10 લશ્કરી રિલીફ તથા ફાયર બ્રિગેડ તથા લોકલ પોલીસ કાફલાને તેનાત કરવામાં આવ્યા છે. હાલ દરેકના મોઢા પર ફક્ત એક જ પ્રાર્થના છે કે હે ભગવાન બસ આ વાવઝોડાને ગુજરાત પર આવતા રોકી લ્યો.