Gujarat

ગુજરાત ટાઇટન્સ ના કેપ્ટન ક્રિકેટર હાર્દિક પંડ્યા નો સંઘર્ષ જાણતા તમારી આંખ માંથી પણ નીકળી જશે પાણી.

Spread the love

તાજેતર માં જ આયપીએલ 2022 ની જોરદાર પુર્ણાહુતી થઇ છે. અને આ સીઝન માં પહેલીવાર જ રમી રહેલી ટિમ ગુજરાત ટાઇટન્સ ને શાનદાર જીત મેળવી છે. ગુજરાત ટાઇટન્સ ટિમ ના કેપ્ટન હાર્દિક પંડ્યા એ મોટા મોટા ખેલાડી અને કેપટનો ને પછાડીને તેણે પોતાની ટિમ ને વિનર બનાવી છે. હાર્દિક પંડ્યા નો ભાઈ કૃણાલ પંડ્યા પણ શાનદાર ખેલાડી છે. તે લખનઉ ની ટીમ માંથી રમતો હતો.

હાર્દિક પંડ્યા અને તેના ભાઈ કૃણાલ પંડ્યા ને અહીં સુધી પહોંચવા ઘણી બધી મુસીબતો નો સામનો કરવો પડ્યો છે. તમે જાણશો તો તમે પણ રડી પડશો. વડોદરા ના ટિમ ઇન્ડિયા ના સ્ટાર હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા ના પિતા હિમાંશુ પંડ્યા નું નિધન હાર્ટ એટેક ના કારણે થયું હતું. હાર્દિક ના પિતા સુરત માં ફાયનાન્સ નો ધંધો કરતા હતા. પરંન્તુ 1998 ના વર્ષ માં પિતા પરિવાર સાથે વડોદરા શિફ્ટ થયા હતા. અને ભાડા ના મકાન માં રહેતા હતા.

હાર્દિક પંડ્યા ને નાનપણથી જ ક્રિકેટ નો ખુબ શોખ હતો. હાર્દિક પંડ્યા ધોરણ 9 માં નાપાસ થયો હતો. અને ત્યારબાદ તેને કિરણ મોરેની એકેડમી માં એડમિશન લીધું હતું. પિતા ની આર્થિક તંગી હોવા છતાં કિરેન મોરે ની એકેડમીમાં બન્ને ભાઈઓ ને એડમિશન અપાવ્યું હતું. હાર્દિક પંડ્યા ની પાસે ક્રિકેટ કીટ પણ ન હતી. બન્ને ભાઈઓ એક વર્ષ સુધી બરોડા ક્રિકેટ એસોશિએશન ની ક્રિકેટ કીટ થી રમતા હતા.

અંન્ડર 19 માં બન્ને ભાઈઓ જયારે ક્રિકેટ રમતા ત્યારે તેમની પાસે જમવાના પણ પૈસા ન હતા ત્યારે બને મેગી ખાઈ ને કામ ચલાવતા હતા. જયારે પિતાનું નિધન થયું ત્યારે કૃણાલ પંડ્યા સૈયદ મુશ્તાક અલી 20-20 ટુર્નામેન્ટ રમી રહ્યો હતો. જયારે પિતા ના મૃત્યુ ના સમાચાર મળ્યા ત્યારે કૃણાલ બાયોબબલ માંથી બહાર આવી ને પિતાની અંતિમ વિધિ માં પહોંચ્યા હતા.

પિતા નું મૃત્યુ થતા બન્ને ભાઈઓ ખુબ જ રડ્યા હતા. બન્ને ભાઈઓ એ બધી વિધિ કરી હતી. અને કૃણાલ મોટો ભાઈ હોય તેણે પિતાની અંતિમ વિધિ કરી હતી. જયારે હાર્દિક ને મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા ખરીદવામાં આવ્યો ત્યારથી તેના જીવનમાં પરિવર્તન આવ્યું અને ત્યારબાદ તેને પાછળ વળી જોયું નથી. અને પોતાનું બેસ્ટ આપી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *