Gujarat

ગુજરાતી ફિલ્મ ની કલાકાર મમતા સોની ની અદા જોઈ બૉલીવુડ અભિનેત્રી ને ભૂલી જશે એવી કે, જુઓ ખાસ તસવીરો.

Spread the love

આપણા ગુજરાતમાં પણ અનેક કલાકારો વસવાટ કરે છે. બોલીવુડના કલાકારો ને પણ ટક્કર આપે તેવા કેટલાક કલાકારો ગુજરાતી ફિલ્મમાં પ્રખ્યાત છે. એવી કલાકાર એટલે મમતા સોની આજે અમે તમને મમતા સોની વિશે થોડી ઘણી વાત જણાવીશું. મમતા સોની એ અત્યાર સુધીમાં મરાઠી, રાજસ્થાની, ગુજરાતી, હિન્દી જેવી 27 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.

અભિનેત્રી મમતા સોની નું મૂળ વતન ગુજરાતમાં નહીં પરંતુ રાજસ્થાનમાં જોવા મળે છે. મમતા સોની બોલીવુડની અભિનેત્રીઓને પણ પાછળ પાડે તેવી તેની અદા અને તેનો દેખાવ જોવા મળે છે. મમતા સોની રાજસ્થાનના અજમેર ના કિશનગઢ ના નાનકડા ગામની વતની છે. તેમના મમ્મી રાજસ્થાનના નાનકડા ગામ પાટણા ના વતની છે. મમતા સોની નો જન્મ નાનીમા ના ઘરે થયો હતો.

ગુજરાતી ફિલ્મોમાં મમતા સોની નું નામ ખૂબ જ આગળ પડતું જોવા મળે છે. તેના પપ્પા આર્મીમાં એન્જિનિયર છે. તેઓના ઘરમાં સ્ત્રીઓને બહાર નીકળવાનું આવતું ન હોવા છતાં પણ મમતા સોની આજે ખૂબ જ આગવું સ્થાન ધરાવે છે. તેઓની કારકિર્દીની વાત કરવામાં આવે તો જામનગરના એક ડાન્સ કોમ્પિટિશનમાં તે ભાગ લેવા ગયા હતા ત્યારે ફિલ્મમાં ઇન્ડસ્ટ્રીઝના એક કેમેરામેનની નજર તેમના ઉપર પડી હતી ત્યારથી તેની કારકિર્દીની શરૂઆત થઈ અને એકથી એક વધારે ફિલ્મોમાં પણ કરેલા છે.

તેમની સાથે વિક્રમ ઠાકોર ની જોડી ખૂબ વખણાય છે. જ્યારે ફિલ્મોમાં મમતા સોની આવ્યા ત્યારે તેને સરખું ગુજરાતી બોલતા આવડતું ન હોતું પરંતુ જેમ જેમ ફિલ્મોમાં કામ મળતું ગયું તેમ તેમ તેની ગુજરાતી ભાષા ઉપર પકડ પણ આવી ગઈ હતી. લગભગ મમતા સોનીએ વિક્રમ ઠાકોર સાથેની તમામ ફિલ્મમાં કામ કરેલું છે. જેમ નરેશ અને સ્નેહલત્તા, હિતેન અને રોમાની જોડી પ્રખ્યાત છે તેમ વિક્રમ અને મમતા સોની ની જોડી ખૂબ પ્રખ્યાત છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *