ગુજરાતી ગાયક અતુલ પુરોહિતે અમેરિકા માં ગરબા ની રમઝટ બોલાવી. અમેરિકા માં ગુજરાતીઓ મન મૂકી ને ઝૂમ્યા. જુઓ ફોટા.
આજથી નવરાત્રી નો શુભ આરંભ થઈ રહ્યો છે. એવામાં ઠેર ઠેર લોકો એ તૈયારીઓ પૂરી કરી નાખી છે. ગરબા આયોજકો દ્વારા મોટા મોટા હોલ રાખીને તેમાં ખેલૈયાઓ માટે બધી જ વ્યવસ્થાઓ ને આખરી ઓપ અપાઈ રહ્યો છે. અને ખેલૈયાઓ ગરબા ઝૂમવા માટે ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ભારતથી લઈને અમેરિકા સુધી લોકો ગરબા રમી રહ્યા છે.
એવામાં અમેરિકામાં વસતા ગુજરાતી લોકો માટે ખાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાલમાં અમેરિકામાં રહેલા વડોદરા ના પ્રખ્યાત ગાયક એવા અતુલ પુરોહિતે અમેરિકાના ન્યૂજર્સીમાં ગુજરાતીઓ અને ભારતવાસીઓને પોતાના તાલે ઝુમાવી દીધા હતા. ગાયક અતુલ પુરોહિત નું અમેરિકામાં કેટલી જગ્યાએ ગરબાનું આયોજન થઈ રહ્યું છે.
એમાં શુક્રવારે રાત્રે ન્યૂજર્સીમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અતુલ પુરોહિત નું નામ સાંભળતાની સાથે જ ગરબા નો હોલ ખેલૈયાઓ થી ખીચો ખીચ ભરાઈ ગયો હતો. કેટલાક ખેલૈયાઓને હોલમાં પ્રવેશ પણ મળી શક્યો ન હતો. અને ખેલૈયાઓ મન મૂકીને અતુલ પુરોહિતના ગીતો પર ઝૂમી ઉઠ્યા હતા. અને જાણે કે ગુજરાતમાં ગરબા લેતા હોય તેવો અનુભવ અમેરિકાના ન્યુઝર્સીમાં વસતા દરેક ગુજરાતી ભાઈ બહેનોને થયો હતો.
આમ નવરાત્રીના નવે નવ દિવસ હાલ ભારત થી લઈ અમેરિકા માં લોકો ગરબા રમશે. છેલ્લા બે વર્ષથી કોરોના કાળ હોય ગરબા નું આયોજન થઈ શકતું ન હતું. એટલા બે વર્ષના આતુરતાનો અંત આ વર્ષે આવતા ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને નવરાત્રી પહેલા પણ ઠેર ઠેર પ્રી નવરાત્રીનું આયોજન પણ કરવામાં આવી રહ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!