ગુરુપૂર્ણિમા સ્પેશીયલ : ઘણા ઓછા લોકો જાણે છે બજરંગદાસબાપા વિશેની આ ખાસ વાત વિશે ! ખુબ રસપ્રદ છે ઈતિહાસ…આજના દિવસમાં જાણી તમે ધન્ય થઇ જશો
મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજે આપણે બજરંગદાસ બાપાના બગદાણા ધામ વિશે વાત કરીશું કહેવાય છે કે બાર ગાઉએ બોલી બદલાય, એમ સૌરાષ્ટ્રમાં દર બાર ગાઉએ સંત-મહાત્મા-મંદિર દેખાય. ગોહિલવાડના સંતોમાં જેનું મોટું નામ છે, તેવા બજરંગદાસ બાપાનો આશ્રમ બગદાણામાં આવેલો છે. બજરંગદાસ બાપાની ભક્તિમાં લોકો એટલા રંગાઈ ગયેલા છે કે સૌરાષ્ટ્રનું એક ગામ એવું બાકી નહીં હોય જ્યાં બાપાની મઢુલી નહીં હોય. લોકો તેમને બાપા સીતારામના નામથી પણ ઓળખે છે. બગદાણાનો ઇતિહાસ.ઇસ ૧૯૦૬ દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાતના ભાવનગર જિલ્લાના અધેવાડા ગામમાં હિરદાસજી અને શીવકુંવરબા નામે રામાનન્દી કુટુંબ રહેતું હતું.
બાપા બગદાણા આવ્યા ત્યારે તેમની ઉમર હતી ૪૧ વર્ષ. બાપાએ બગદાણા ગામમાં ત્રિવેણી સંગમ જોયો. બગદાણા ગામ, બગડેશ્વર મહાદેવ અને બગડાલમ ઋષિ આ જોઈ બાપા કાયમ માટે બગદાણામાં રહ્યા. તેઓ ૧૯૪૧ માં બગદાણા આવ્યા પછી ૧૯૫૧ માં આશ્રમની સ્થાપના કરી,૧૯૫૯ માં અન્નક્ષેત્ર ચાલુ કર્યું. ૧૯૬૦માં ભૂદાન યજ્ઞ કરાવ્યો અને 1962માં આશ્રમની હરાજી કરાવી ભારત ચીન યુધના સમયે દેશની સેનાને ફાળો આપ્યો,
ત્યારબાદ ૧૯૬૫ આશ્રમ હરાજી કરી ભારત પાકિસ્તાન યુદ્દમાં દેશની સેનાને મદદ આપી. ત્યારબાદ ત્રીજી વખત ૧૯૭૧માં ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે આ રીતે સતત ત્રણ વખત દેશની સેના અને સરકારને મદદ કરી તેથી તેઓ રાષ્ટ્રીય સંત તરીકે ઓળખાયા. તેઓ ખુદ આ ફાળો આપવા ભાવનગર કલેકટરને સહાય આપવા માટે કચેરીએ આવ્યા હતા અને કહ્યું હતું કે ફૂલ નહિ તો ફૂલની પાંખડી પણ મારાથી અપાય તેટલી સહાય મારા દેશને આપું છું.
બાપા બગદાણા આવ્યા પછી બગદાણા ધામમાં અનેક ચમત્કારો થયા છે. બાપા બગદાણામાં શરૂઆતમાં બગડેશ્વર મંદિરમાં નિવાસ કરતા હતા. અ પછી તેઓ ગામના ચોરામાં બેસતા અને પછી બાપા પાસે ભક્તોની અને ચમત્કારોથી આકર્શિત થઈને અનેક ભક્તોની ભીડ વધવા માંડી. તેથી બાપાએ હેડમતાણું નદીની ખુલ્લી જગ્યામાં આશ્રમ નાખ્યો હતો. બાપાએ ચાલુ કરેલ અન્નક્ષેત્ર અને સેવા કાર્ય આજે આજે વટવૃક્ષ બનીને લાખો શ્રધાળુંઓને ભક્તિ અને સેવાનું અણનમ ઉદાહરણ પૂરું પાડે છે.
બગદાણા ખાતે વર્ષમાં બે વખત મોટા મોટા ઉત્સવ ઉજવાય છે, એક ગુરુ પુનમના દિવસે લાખોની સંખ્યામાં લોકો મેળામાં આવે છે, જ્યારે બીજી એક તિથી બાપાની પુણ્યતિથિના દિવસે બગદાણા ધામમાં ખુબ ધામધુમથી ઉત્સવ ઉજવાઈ છે. બાપાએ પોષ વદ 4 ના રોજ બગદાણા ધામમાં 1977 માં દેહ ત્યાગ કરી કાયમ માટે બગદાણા ધામમાંથી વિદાય લીધી હતી. તેદી મઢુલી બાપા વગર સુની થઇ ગઈ અને આ દિવસે આખું બગદાણા ગામ, બગડ નદીના નીર અને પંખીઓના કલરવ શાંત થઇ ગયો હતો.બાપાના આગમન બાદથી બગદાણા ગામનું નામ આખી દુનિયામાં પ્રખ્યાત છે.
ગુજરાતમાં ગુંજતું નામ એટલે બાપા સીતારામનું બગદાણા ધામ. બાપા સીતારામ જન્મતાની સાથે જ અનેક પરચાઓ થવા લાગ્યા હતા,જેમાં તેના નાનપણ માં સાપ સાથે સુવાનો, ગુરુ સાથે સંઘમાં શ્રી રામની ભક્તિ થી વાઘને ભગાડવાનો વગેરે સામેલ છે, બાપાએ દીક્ષા લીધા બાદ અનેક પરચાઓ આપ્યા છે.અને હાલ બાપા દુનિયાના દુખિયારા લકોને અવારનવાર મુશ્કેલીના સમયે પરચાઓ આપે છે જેથી લાખોની સંખ્યામાં ભક્તો બગદાણા બાપાના આશ્રમના દર્શન કરવા આવે છે.
એક વખતની વાત છે દીક્ષા બાદ ભ્રમણ કરતા કરતા મુંબઈના દરિયા કિનારે આવ્યા હતા, ત્યાં બાપા સાથે અનેક ભક્તોનો પરિચય થયો હતો. એ વખતે ગોરો અંગ્રેજ અમલદાર પોતાની ગાડીમાં ત્યાંથી નીકળ્યો અને આ વખતે બાપા તે રસ્તામાં બીજા ભક્તો સાથે પાણીની ડોલો ભરીને એક જગ્યાએ ભેગું કરતા હતા.
તે આ જોઇને બાપાની ભક્તિ અને સેવા વિશે ખરાબ બોલવા લાગ્યો. અને સાથે કહ્યું કે જો તમે ખરેખર સંત હો તો ચમત્કાર બતાવો. આ થી બાપા એ જ વખતે ત્યાં પલાઠી વાળીને બેસી ગયા અને ખાડો ખોદવા લાગ્યા, બાપાએ ખારા પાણીમાંથી મીઠું પાણી કાઢ્યું અને લોકોનું ટોળું ત્યાં આ સમત્કાર જોઇને ભેગું થઇ ગયુ. આ જોઇને ગોરો અમલદાર પણ બાપાનાં પગમાં પડી ગયો અને અનેક લોકો બાપાના પગમાં પડવા લાગ્યા. બાપા વારંવાર એક વાક્ય જરૂર બોલતા જેવી મારા વ્હાલાની મરજી.