‘હર હર શંભુ’ ગીત ગાનાર ફરમાની નાઝ ને મળી ફરી ધમકી..જો તે માફી નહીં માંગે તો…જાણો કોણે આપી ધમકી.
હાલ ભારતમાં હિન્દુ લોકોનો પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. એવા માં ઠેર ઠેર ભગવાન શંકરના મંદિરમાં ભક્તોને લાંબી લાઈનો લાગતી હોય છે. અને મંદિર આખું ભગવાન શંકરના ગીતોથી ગુંજી ઉઠતું હોય છે. એમાં હાલમાં શ્રાવણ માસમાં લોકોના મનમાં એક ગીત ખૂબ જ ગુંજી રહ્યું છે તે ગીત છે હર હર શંભુ. આ ગીત મુસ્લિમ યુવતી ફરમાની નાઝ દ્વારા ગાવામાં આવ્યું છે. આ ગીત લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે.
પરંતુ આ ગીત એક મુસ્લિમ યુવતીએ ગાયું હોવાથી તેનો આ મુસ્લિમ યુવતી ફરમાની નાઝને ઘણી બધી મુસીબતનો સામનો કરવો પડ્યો છે. ગીત ગાયા બાદ અનેક લોકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. અને ફરી એકવાર ફરવાની નાઝ એક કાયદાકીય કેસમાં ફસાઈ શકે તેવી શક્યતાઓ સામે આવી રહી છે. વધુ વિગતે જાણવા મળ્યું કે હર હર શંભુના મૂળ લેખક જીતુ શરમા એ આ બાબતે વાંધો ઉઠાવ્યો છે. જીતુ શર્મા એ આ બાબતે કાનૂની કેસ કરવાની ધમકી ફરમાની નાઝને આપી છે.
આ ગીતના મૂળ લેખક જીતુ શર્માએ ફરમાની નાઝ સામે કોપી રાઈટ હેઠળ કેસ દાખલ કરવાની ધમકી આપતા કહ્યું હતું કે, ફરમાની નાઝ ખોટું બોલી રહી છે. જીતુ એ કહ્યું મને તેનું ગીત ગાવામાં કોઈ વાંધો નથી. પરંતુ તેને બધાને એ ના કહેવું જોઈએ કે આ ગીતનું મૂળ સંસ્કરણ છે. કારણકે આ ગીતના સાચા લેખક પોતે જીતુ શર્મા છે. આ બાબતે તેને કોપીરાઇટ નિયમનો ઉલ્લંઘન કર્યું છે. માટે ફરમાની નાઝ કાં તો માફી માંગે અથવા તો તે તેની વિરુદ્ધ કોપી રાઈટ ના ગુના હેઠળ ગુનો દાખલ કરે તેવી જીતુ શરમા એ ધમકી આપી છે.
જીતુ શર્માએ કહ્યું કે હર હર શંભુ અત્યાર સુધીમાં 310 વર્ઝનમાં બની ચૂક્યું છે. જીતુ શર્માએ કહ્યું કે તેની સખત મહેનત બાદ આ ગીત તેને બનાવ્યું છે. પરંતુ તેનું ક્રેડિટ કોઈ બીજું લઈ જાય તે વાતનું તેને બહુ દુઃખ થયું છે. જીતુ શર્માએ આ બાબતે ફરમાની નાઝને કા તો માફી માંગવા અથવા તો તેની સામે કાનૂની કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી હતી. કારણ કે જીતુના શર્માનું કહેવું છે કે આ ગીતનો મૂળ સંસ્કરણ નથી કારણકે તે ગીતના લેખક પોતે જીતુ શર્મા છે. અને અન્ય લોકો તેનું મૂળ સંસ્કરણ તેને કહી રહ્યા છે. જેમાં ફરમાની નાઝ પણ સામેલ છે. આમ એક પછી એક ફરમાની નાઝ ને આ ગીત ગાયા પછી ઘણી બધી મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે. હવે આગળ જોવાનું રહ્યું કે જીતુ શર્મા આ બાબતે કાનૂન કાર્યવાહી કરે છે કે પછી નહીં.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!