અમદાવાદ ની પરિણીત યુવતી ની લાશ પેરિસ ની સીન નદી માં ખરડાયેલી હાલત માં મળી સાચું કારણ એવું હતું કે…
ગુજરાતમાંથી રોજબરોજ અનેક મૃત્યુના કેસો સામે આવ્યા કરે છે. રોજબરોજ અનેક એવા કેસો સામે આવતા હોય છે કે, આપણે સાંભળીને હચ મચી જતા હોઈએ. હાલ છે કિસ્સો સામે આવ્યો છે. તે કંઈક અલગ જ છે. ગુજરાતની એક યુવતી કે જેના પતિ સાથે પેરિસમાં રહેતી હતી. તે યુવતી નો મૃતદેહ પેરિસની સીન નદીમાંથી મળી આવ્યો છે. આ બાબતે યુવતીના પરિવારજનોએ તેના પતિ ઉપર શંકા હોય તેને વધુ તપાસ બાબતે સરકારને અપીલ કરી છે.
વધુ વિગતે જાણીએ તો અમદાવાદની નરોડા વિસ્તારની યુવતી સાધના શૈલેષ પટેલ કે જેનો મૃતદેહ 14 એપ્રિલ 2022 ના રોજ પેરિસની સીન નદીમાંથી મળી આવેલો છે. આ મૃતદેહ 6 ઓગસ્ટના રોજ અમદાવાદ પરિવારના લોકોને સોંપવામાં આવ્યો હતો. અમદાવાદમાં જ સાધના ના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સાધના ની બહેન કે જે મુંબઈમાં રહે છે. જેનું નામ મનીષા છે. તેને મીડિયા સાથે ની વાતચીતમાં જણાવ્યું હતું કે, પેરિસ પોલીસને આત્મહત્યાની શંકા છે. પોલીસને આ બાબતે ઘટનામાં કંઈક અજુગતું લાગી રહ્યું છે.
જાણવા મળ્યું કે તેમના એજન્ટ તેમના પાસપોર્ટ અને અન્ય સંબંધિત દસ્તાવેજો સાથે હાલ ગાયબ થઈ ગયેલો છે. વધુ વિગતે જાણવા મળ્યું કે સાધના તેના પતિના વર્તનથી કંટાળી ગઈ હતી. અને તે રાજ્ય સંચાલિત આશ્રય સ્થાનમાં રહેતી હતી. માર્ચ 2022 થી તે કોઈના સંપર્કમાં હતી નહીં. ત્યારબાદ 24 મે 2022 ના રોજ ફ્રાંસમાં આવેલા ભારતીય દુતાવાસે સાધનાના પરિવારના લોકોને સાધનાની લાશ સીન નદીમાંથી મળી હોવાનું જાણ કરવામાં આવી હતી. સાધના કોઈ વસ્તુની ખરીદી કરવા ગઈ હોય ત્યારબાદ તે આશ્રયસ્થાનમાં પાછી ફરી ન હતી. અને ત્યારબાદ તેનો મૃતદેહ મળી આવ્યો હતો.
આ બાદ સાધનાના પતિએ પણ તેની ડેડબોડી લીધી ન હતી. એટલા માટે બહેન અને તેના ભાઈ નું કહેવું છે કે, આ બાબતે વધુ તપાસ કરવામાં આવે. આ બાબતે સાધનાના ભાઈ ગૌરવે ધારાસભ્ય પ્રદિપસિંહ જાડેજા નો સંપર્ક કરી ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર ને પત્ર લખી પેરિસ પોલીસ ને આ બાબતે વધુ તપાસ કરવા વિનંતી કરવામાં આવી હતી. હજુ સાધનાનો પતિ ધરપકડની બહાર છે. સાધનાના ભાઈ નું કહેવું છે કે જ્યારે સાધનાના પતિની ધરપકડ થશે ત્યારે વધુ બાબતો જાણવા મળી શકશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!