GujaratIndiaNational

માનવી ની બેદરકારીથી પ્રાણીઓ પરેશાન! બે દિવસથી દિપડાનુ મોઢું ફસાયુ હતું પ્લાસ્ટિક કન્ટેનરમાં જેના કારણે થયું એવું કે..જુઓ વિડીયો

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આ પૃથ્વી કુદરતે બનાવી છે અને તેના પર માનવ સહિત અનેક જીવ વસવાટ કરે છે. ધરતી માનવી ઉપરાંત દરેક જીવ, પક્ષિ અને પ્રાણીઓ ની છે. કુદરત દ્બારા જીવ શ્રુષ્ટિ ને આ ધરતી ફક્ત વસવાટ માટે આપવામાં આવી છે ધરતી કોઇની જાગીર કે ધરોહર નથી.

પરંતુ મનુસ્ય આ ધરતી પર પોતાને માલિક સમજવા માંડ્યા અને પોતાના સ્વાર્થ માટે અન્ય જીવો અને કુદરત ને પણ નુકશાન પહોચાડવા લાગ્યા. આપણે સૌ જાણીએ છિએ કે મનુસ્ય ઘણો જ લાલચી અને સ્વાર્થી છે. ઉપરાંત બેદરકાર પણ છે તે ફક્ત પોતાના વિશે જ વિચારે છે.

આપણે સૌ જાણીએ છિએ કે વ્યક્તિ ને ફરવું અને બહાર જવું ઘણું પસંદ છે. પરંતુ વ્યક્તિ બહાર જઈને બેદરકારી ભર્યું વર્તન કરે છે જેના કારણે અન્ય જીવો ને ઘણું નુકશાન સહન કરવું પડે છે. હાલમાં સોશ્યલ મીડિયા પર માનવી ની બેદરકારી નો આવોજ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં જોઈ શકાય છે કે વ્યક્તિ ની ભૂલ ને કારણે એક દીપડાને ઘણું સહન કરવું પડે છે.

મળતી માહિતી અનુસાર આ વિડીયો થાણા જીલ્લા ના બદલાપુર ગામની આસપાસ નો છે કે જ્યાં એક વ્યક્તિ દ્વારા દીપડાને જોવામાં આવ્યો હતો પરંતુ આ દીપડા નું મોઢું પીવાના પ્લાસ્ટિક ના એક જગમાં ફસાઈ ગયું હતું. જેના કારણે દીપડો ઘણો પરેશાન થઈ રહ્યો હતો.

દીપડો દ્વારા આ કન્ટેનરને મોઢા પરથી દૂર કરવાની ઘણી કોસીસ કરવામાં આવી પરંતુ તે આ કાર્યમાં અસમર્થ રહ્યો આ સમયે અનેક લોકો દ્વારા આ દીપડાને જોવામાં આવ્યો હતો. પરંતુ વધુ લોકો ને જોઈને આ દિપડો જંગલમાં ભાગી ગયો હતો જે બાદ વન વિભાગ ને આ અંગે માહિતી આપવામાં આવી હતી.

માહિતી મળતા વન વિભાગના અધિકારીઓ, સંજય ગાંધી રાષ્ટ્રીય ઉધાન ( SGNP ), રેસકિંક એસોસિએશન ફોર વાઇલ્ડલાઇફ વેલફેર ( RAWW ) ના સભ્યો અને કેટલાક ગ્રામજનોએ આ દીપડાનિ શોધ અને બચાવ કામગીરી શરૂ કરી. જ્યારે ગ્રાઉન્ડ ટીમ આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી, તેવામા સ્વયંસેવકો દ્વારા આ ગામના લોકોને અને અધિકારીઓને સાવચેત રહેવા જણાવ્યું.

કારણકે અધિકારીએ જણાવ્યું હતું કે બચાવ કાર્યકરોને ડર હતો કે દીપડો માનવ વસવાટમાં પ્રવેશી શકે છે કારણ કે તે શહેરી અને ગ્રામીણ વિસ્તારોને જોડતા ખૂબ મોટા વિસ્તારમાં કરતો હતો અને દીપડાને શોધવો એ એક મોટો પડકાર હતો. જો કે જણાવી દઈએ કે રવિવાર નો કન્ટેનર માં ફસાયેલો આ દીપડો મંગળવારે રાત્રે RAWW ના સંસ્થાપક પવન શર્માએ જણાવ્યું કે દીપડા પર ડાર્ટ ફાયર કરવામાં આવ્યું હતું. દીપડાની બેહોશ હાલતમાં બચાવકર્તાઓએ પ્લાસ્ટિક કન્ટેનર દૂર કર્યું. અને દીપડા ને આઝાદ કરીને જંગલમાં છોડતા પહેલા તેને આગામી 24 થી 48 કલાક સુધી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *