ભારત દેશમાં સૌથી કોમેડી સિરીયલ જો કોઈ હોય તો તે છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ભારત દેશવાસીઓના દરેક ઘરમાં પ્રખ્યાત સીરીયલ છે. taarak mehta ka ooltah chashmah માં આવતા પાત્રો લોકોને ખૂબ જ પ્રિય છે. છેલ્લા ઘણા સમયથી એક પછી એક કલાકારો શો ને અલવિદા કહી રહ્યા છે. છેલ્લા ઘણા વર્ષથી દયાબેન નું પાત્ર ભજવતા કલાકાર એટલે દિશા વાકાણી છેલ્લા પાંચ વર્ષથી જોવા મળ્યા નથી.
એવામાં થોડા થોડા સમયે એવી પણ વાત સામે આવતી હોય છે કે દિશા વાકાણી ને રિપ્લેસ કરીને તેના સ્થાને કોઈ નવા કલાકાર દયાબહેનનું પાત્ર ભજવી શકે છે. એવામાં હાલ સમાચારોમાં એક નામ ખૂબ ગૂંજતું જોવા મળે છે કે આ કલાકાર દયાબેન ના પાત્ર માટે ફીટ બેસે તેમ છે તો ચાલો જાણીએ કોણ છે તે કલાકાર. જાણવા મળ્યું કે કાજલ પીસલ નામની અભિનેત્રીએ ઓગસ્ટ મહિનામાં દયાબહેનના પાત્ર ભજવવા માટે સોના મેકર્સને ઇન્ટરવ્યૂ આપ્યું હતું.
આ બાબતે એક ઇન્ટરવ્યૂમાં કાજલ એ આ બાબત તે વાત કરી હતી તેને કહ્યું કે હા મેં ઓગસ્ટ મહિનામાં દયાબેનના રોલ માટે ઓડિશન આપ્યું હતું તે દયાબેનના પાત્ર માટે ઓડિશન કરવા ગઈ હતી અને ત્યારબાદ મેકર્સ તેને કોલ કરશે તેમ કહ્યું હતું પરંતુ આજ સુધી કાજલ ના દયાબેનના પાત્ર ભજવવા માટે કોઈ કોલ આવેલો નથી એટલે કાજલ પિસલે એ કહ્યું કે કદાચ દયાબહેનના પાત્ર માટે તેની પસંદગી શોમાં થઈ નથી.
કાજલ એ વધુ બાબતે કહ્યું કે કેટલાક લોકો તેને કહેતા હતા કે તે જરૂરથી દયાબેન ને ભૂમિકા ભજવી શકશે આ માટે તેઓ તેને એપ્રોચ પણ કરી રહ્યા હતા. માટે તેને દયાબેનના પાત્ર ભજવવા માટે ઇન્ટરવ્યૂ આપ્યું હતું પરંતુ હજુ કોઈ કોલ આવ્યો ન હોવાને માટે કાજલ પીસલ હવે કોઈ નવા શોમાં કામ કરવા માટે આતુરતા બતાવી રહી છે. તેને એમ પણ કહ્યું કે જો તેના માટે કોઈ નવો શો હોય તો તે લોકો તેને જરૂરથી જણાવે. આમ એક વાતની ખાતરી થઈ ગઈ છે કે હજુ દયાબેન ની એન્ટ્રી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ માં થવા ની નથી. એવામાં દર્શકો પણ આ પાત્રની આતુરતાથી રાહ જોઈને બેસેલા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!