નાના એવા હાથીએ રિપોર્ટર સાથે એવા એવા નખરા કર્યા કે વિડીયો જોઈ તમને પણ હસવું આવી જશે ! માથા પર સૂંઢ રાખી અને પછી તો…
સોશિયલ મીડિયા વિશે જો વાત કરવામાં આવે તો અહી રોજના અનેક વિડીયો વાયરલ થતા હોય છે, જેમાંથી અમુક ખુબ ફની હોય છે તો અમુક પ્રાણીઓ સાથે સંકળાયેલા હોય છે. એવામાં એક ખુબ ફ્ની વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ જોરો શોરોથી વાયરલ થઇ રહ્યો છે, જેને આત્યાર સુધી લાખો લોકોએ જોઈ લીધો છે અને ખુબ પસંદ પણ કરી રહ્યા છે, જણાવી દઈએ કે આમ તો સોશિયલ મીડિયા પર વધારે લોકો પ્રાણી સાથે જોડાયેલ વિડીયોને વધારે પસંદ કરતા હોય છે.
આમ તો આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે જ્યારે પણ જંગલના ખતરનાક પ્રાણીઓ વિશે વાત કરવામાં આવે તો તેમાં હાથીનું નામ સૌ પ્રથમ આવે છે,કારણ કે હાથીએ ખુબ વિશાળ હોવાની સાથો સાથ ખુબ વધારે શક્તિશાળી પણ હોય છે. જો તેની કોઈ છેડતી કરવામાં આવે તો તે ગુસ્સામાં આવીને કોઈ પણ જગ્યાએ ઉથલ પાથલ મચાવીને તમામ વસ્તુઓને નષ્ટ કરી નાખવાની તાકાત ધરાવે છે.
પણ હાલ જે વિડીયો વાયરલ થઇ રહ્યો છે તેમાં હાથીનું ખુબ અનોખું રૂપ દેખાય રહ્યું છે, આ વિડીયોમાં હાથીનું રોન્દ્ર સ્વરૂપ નહિ પરંતુ ખુબ શાંત અને મસ્તીખોર સ્વભાવ દેખાય રહ્યો છે. વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે આ રિપોર્ટર રીપોર્ટીંગ કરી રહ્યો હોય છે જેની પાછળ ત્રણથી ચાર હાથીઓ પણ હોય છે. એવામાં રીપોર્ટીંગ કરતા કરતા તે બોલી રહ્યો હોય છે ત્યારે એક હાથી તેની સાથે મજાક મસ્તી કરવા લાગે છે.
વિડીયોમાં જોઈ શકાય છે કે હાથી પોતાની સુંઢને આ રીપોર્ટના મોઢા નજીક લઇ જાય છે અને ગોળ ગોળ ફેરવવા લાગે છે. જણાવી દઈએ કે વાયરલ થઇ રહેલો આ વિડીયો ટવીટર પર buitengebieden નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો જેને અત્યાર સુધી લાખો લોકોએ જોઈ લીધો છે અને ખુબ વધારે લોકો આ વિડીયોને શેર પણ કરી રહ્યા છે.
KBC’s reporter piece to camera with the Jumbo turns hilarious
Video by KBC pic.twitter.com/mZMjnEFbes
— The Standard Digital (@StandardKenya) November 13, 2022