જોયો છે ક્યારેય વાદળ ફાટવાનો આવો અચંબિત કરી દેતો વિડીયો ? ન જોયો હોઈ તો એક વખત જરૂર જુઓ….
જ્યાર થી ઇન્ટરનેટ નો જમાનો આવ્યો છે ત્યારથી જ જાતજાતના અનોખા વિડીયો સોશિયલ મીડિયાની દુનિયામાં જોવા મલી જતાં હોય છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રોજ અનેકો વીડિયો વાયરલ થતાં હોય છે જેમાં ઘણા વીડિયો એવા હોય છે જે બહુ જ થોડા સમયમાં બહુ જ પ્રખ્યાત થઈ જાય છે.અને ઘણી વખત તો એવા વીડિયો જોવા મળે છે જે જોઈ આપને આશ્ચર્ય માં પડી જતાં હોઈએ છીએ.વધારે ભાગે ફની અને લોકોને આશ્ચર્યમાં મૂકી દેતા વિડીયો વધારે જોવા મલી જતાં હોય છે ત્યારે હાલમાં ચોમાસાની રૂતુ ચાલી રહી છે ત્યારે વરસાદ ના અવનવા વિડીયો સામે આવતા હોય છે.
જેમાં ઘણીવાર વીજળી પાડવાના તો ક્યારેક વાદળ પાણી ભરતા હોય એવા કુદરતની અનોખી લીલાના પણ વિડીયો સામે આવતા હોય છે અને આવા વિડીયો ભાગ્યે જ જોવા મલી જતાં હોય છે પરંતુ શું તમે ક્યારેય વાદળ ફાટતાં હોય એવો વિડીયો જોયો છે.આમ તો તમે પણ કહેશો કે આ તો માત્ર એક કહેવત છે કે આભ તૂટી પડશે અને વાદળો ફાટી જશે. પરંતુ આ કહેવત આજે સાચી પડી હોય એમ જણાઈ રહી છે કેમકે આવો જ કઈક નજારો આજે આ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલ વિડિયોમાં જોવા મલી રહ્યો છે.
જે વિડીયો જોયા બાદ લોકો પોતાની આંખ પર વિશ્વાસ કરી શક્યા નથી અને અચંબા માં પડી રહયા છે. વાસ્તવમાં આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે કોઈ દરિયાકિનારા નો ખૂબસૂરત નજારો છે અને જ્યાં તમે આગળ પાણી નો વહેણ નો નજારો જોઈ શકો છો અને ત્યાં જ ઉપર સાંજ નું વાતાવરણ છે અને સુરજદાદા નજર આવી રહ્યા નથી અને માત્ર વાદળો જ વાદળો નજર આવી રહ્યા છે. ત્યારે જ અચાનક જ વાદળ માં એવા દર્શયો જોવા મલી જાય છે કે જે દરેક લોકોને ચકિત કરી રહ્યા છે.
વાસ્તવમાં અચાનક જ વાદળો માથી જાણે પાણી બહાર આવી રહ્યું હોય એમ જોવા મલી રહ્યું છે. અને આ વાદળો ફાટતાં જ તે નીચે રહેલા પાણી ના દરિયામાં પડતાં નજર આવી રહ્યું છે અને તમે આ વિડિયોમાં એ પણ જોઈ શકો છો કે કઈ રીતે વાદળ ફાટતાં જ પાણી ની અંદર પડી જાય છે અને જાણે કોઈએ આકાશ માથી મોટા પથ્થર નો ઘા કર્યો હોય એવા દર્શયો જોવા મલી રહ્યા છે અને આ દર્શયો જોયા બાદ લોકો લોકો પોતાના હોશ ખોઈ રહ્યા છે અને આ વિડિયોને વારંવાર જોવા માટે મજબૂર થઈ રહ્યા છે.
View this post on Instagram