Gujarat

વિધાતાના આ કેવા લેખ ? ધોરાજીમાં ગર્ભવતી મહિલા બ્રેઈનડેડ થતા શોકનું મોજું ફરી વળ્યું, પરિવારે દુઃખમાં પણ એવો નિર્ણય લીધો કે પૂરી ઘટના જાણી તમે વખાણ કરી થાકશો…

Spread the love

હાલમાં અંગદાનને બધાં દાનો કરતા શ્રેષ્ઠ ગણવામાં આવી રહ્યું છે કેમકે તેનાથી એક વ્યક્તિને નવું જીવન મલી સકે છે.જે વ્યક્તિને તેના જીવન વિશે કોઈ માહિતી જ નથી હોતી કે તેઓ હવે જીવી શક્શે કે નહિ તેઓ આવા દાનથી ફરી એક વાર નવા જીવનમાં પ્રવેશ લેતા હોય છે.લોકો દ્વારા સોના, ચાંદી ,હીરા, મોતી, પુસ્તકો, વસ્ત્રો ,મીઠાઈ જેવા અનેક દાનો કરવામાં આવતા હોય છે પરંતુ તેનાથી માત્ર વ્યક્તિની જરૂરિયાત પૂરી થાય છે પરંતુ જો આવું અંગદાન કરવામાં આવે તો તેનાથી એક આખા મનુષ્યને નવું જીવન મલી સકે છે.હાલમાં લોકોએ અંગદાન અંગે જાગૃતિ મેળવી છે .

જેનાથી અનેક લોકો પોતાના પ્રિયજનના મૃત્યુ પછી તેમના શરીરના અંગોનું દાન કરતા હોય છે અને આવા મહાદાન કરવા અંગે લોકોને પ્રેરણા પૂરી પાડતા હોય છે.ત્યારે ધોરાજી માથી એક આવો જ અંગદાન નો કિસ્સો સામે આવી રહ્યો છે જ્યાં 27 વર્ષના ક્રિષ્ના બેન હિરપરા ના ફેફસા , કિડની અને ઈવર નું દાન કરીન એ આની 5 લોકોને નવજીવન બક્ષવામાં આવ્યું છે. આ અંગે ક્રિષ્ના બેન હિરપરા ના મામા એ જણાવ્યુ હતું કે તેમની ભાણકી ક્રિષ્ના ગર્ભવતી હતી અને અને હજુ 3 દિવસ પહેલા જ તેને બે આંચકી આવી હતી અને આથી તેને જુનાગઢ ની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી જ્યાં તેને બ્રેન ડેડ જાહેર કરવામાં આવી હતી

અને ત્યાર બાદ ડોક્ટરો એ આંગદાન વિષેની જાણકારી આપી અને થોડી બાબતોથી પરિચિત કરાવ્યા હતા જેમાં કૃષ્ણાબેન ની નાની ઉમર હોવાના કારણે તેના અંગો અન્ય લોકોને ઉપયોગી સાબિત થશે એ હેતુથી તેમનું અંગદાન કરવાની નક્કી કર્યું હતું. આ ઘટના અંગે જુનાગઢ હોસ્પિટલ ના ડો. આકાશ પટોરિયા એ જણાવ્યુ હતું કે કૃષ્ણાબેન હિરપરા નામના 27 વર્ષના મહિલા ગઇકાલના રોજ બ્રેન ડેડ જાહેર થયા હતા અને કૃષ્ણાબેન હિરપરા ને નવ મહિનાની પ્રેગ્નેન્સી હતી ને તેમણે બે આંચકી આવતા તેમણે સારવાર માટે હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા

ત્યારે કૃષ્ણાબેન નું હદય ધબકતું નહોતું અને ત્યારે ડોક્ટરો એ તેમના બાળક  ની ડિલિવરી કરવા માટે સીપીઆર કરીને તેમનું હદય ધબકાવ્યું હતું અને ત્યાર બાદ સીજીરિયન કરીને તેના બાળક  ની ડિલિવરી કરવામાં આવી હતી પરંતુ કમનસીબે બાળક પણ મરુત જણાવ્યુ હતું. ક્રિષ્નબેન નું હદય ધબકતું થતાં તેમણે આઇસિયું માં શિફ્ટ કરવામાં આવ્યા હતા જ્યાં ત્રણ દિવસ ની સારવાર બાદ પણ તેમની તબિયત વધુ ખરાબ થતાં તેમણે બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા.

આ બનાવ બનતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું અને ચારે બાજુ શોકનો માહોલ પ્રસરી ગયો હતો. ત્યાર બાદ ક્રિષ્નાબેન ના પરિવારના લોકોને જાણ કરવામાં આવી કે આવી પરિસ્થિતિમાં તેમનું અંગદાન કરી સહકાય છે તો પરિવારના લોકોએ પોતાનો હોશ સાંભળીને ક્રિષ્નાબેન હિરપરા ના પરિવારે તેમના અંગોને દાન કરવાનો નિર્ણય કર્યો હતો. ક્રિષ્નાબેન હિરપરા ના આંગદાન થી 5 લોકોને નવજીવન મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *