શું તમે ભારત દેશ નો છેલ્લો રસ્તો જોયો છે? પવિત્ર શ્રાવણ માસ માં કરો શિવલિંગ ના દિવ્ય દર્શન..જુઓ વિડીયો.
ભારત અનેક સંસ્કૃતિઓનો દેશ છે. ભારતમાં જૂના રાજા મહારાજાઓના સમયમાં અનેક એવા મહેલો કે અને એવી સંસ્કૃતિ નિર્માણ પામી હતી. પરંતુ શું તમે લોકો જાણો છો કે ભારતનો છેલ્લો રસ્તો કઈ જગ્યાએ આવેલો છે? આ એવો રસ્તો છે કે જે સમુદ્ર અને જમીન બંને સાથે જોડાયેલો છે. તમિલનાડુ રાજ્યમાં ધનુષકોડી નામના સ્થળે ભારતનો છેલ્લો રસ્તો આવેલો છે.
આ રસ્તો જોતા એવું લાગે કે સાક્ષાત ભગવાન શંકર શિવલિંગના રૂપમાં ત્યાં બિરાજમાન છે. આ ધનુષકોડી નામના વિસ્તારનો વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. અને લોકો શ્રાવણ મહિનામાં આ શિવલિંગ આકારના રસ્તાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. આકાશમાંથી આ રસ્તાને જોતા આપણને સાક્ષાત શિવલિંગના દર્શન થાય છે..જુઓ વિડીયો.
Dhanushkodi – The last road of Bharat pic.twitter.com/ZZcCHgEOrA
— Colours of Bharat (@ColoursOfBharat) July 24, 2022
આ રસ્તાની વાત કરવામાં આવે તો આ ભારતનો છેલ્લો રસ્તો જે ભારત અને શ્રીલંકા દેશ વચ્ચે એકમાત્ર જમીન સરહદ ધરાવે છે. આ રસ્તો પાકિસ્તાનની સ્ટ્રેટમાં રેતીના ટેકરા પર હાજર છે. આ ગામ ભારતની છેલ્લી ધરતી છે. એટલે કે અહીંથી ભારતની જમીન સીમા પૂરી થઈ જાય છે. અને આગળ જતા સમુદ્રને પાર કરતા શ્રીલંકા દેશની શરૂઆત થાય છે. આ આખો રસ્તો ચારેય બાજુએથી સમુદ્રના પાણીથી ઘેરાયેલો છે. ભક્તો અને પ્રવાસીઓ ત્યાં મોટા પ્રમાણમાં ઉમટી પડતા હોય છે. આ આખો રસ્તો ગોળાકાર સ્વરૂપે જોવા મળે છે.
ઉપરથી જોતા આ નજારો લોકોના મનને હરી લે તેઓ છે. અદભુત નજારો છે. આ વિડીયો અત્યાર સુધીમાં લાખો લોકોએ જોઈ લીધો છે. આ વીડિયોને ટ્વીટર હેન્ડલ એકાઉન્ટ પર શેર કરવામાં આવેલો છે. લોકો શ્રાવણ મહિનામાં આ પવિત્ર શિવલિંગ જેવા રસ્તાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. ક્યારેક સમુદ્રનું પાણી પણ આ રસ્તા પર આવી જાય છે. અને રસ્તો આખો સમુદ્રના પાણીથી ઢંકાઈ જતો હોય છે. આ અદભુત નજારો જોવા લોકો દૂર દૂરથી ધનુષકોડી નામના સ્થળ પર ઉમટી પડતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!