અમેરિકા સ્થિત મહાત્મા ગાંધી ની પ્રતિમાને આવારાતત્વો એ તોડી પાડી અને રસ્તા પર જે લખવામાં આવ્યું તે સાંભળી લોહી ઉકળી જશે..
ભારત દેશને આઝાદી અપાવવામાં સૌથી મોટું યોગદાન જેનું છે. એવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી. રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધી ના અનેક સ્મારકો ભારત દેશમાં આવેલા છે. મહાત્મા ગાંધીના સ્મારકો અને તેની સાથે જોડાયેલી ગાથાઓ માત્ર ભારત દેશમાં જ સીમિત નથી. ભારત દેશની બહાર અનેક દેશોમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નામ પરથી અનેક સ્થળો પણ આવેલા છે.
સાથોસાથ અનેક એવા દેશો છે કે, જ્યાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ની પ્રતિમાઓ પણ મૂકવામાં આવેલી છે. પરંતુ ક્યારેક ક્યારેક વિદેશમાંથી એવી ઘટના સામે આવતી હોય છે કે મહાત્મા ગાંધી ના રાષ્ટ્રપતિ ના સ્મારકો અથવા તો પ્રતિમાઓને નુકસાન પહોંચાડવામાં આવતું હોય છે. એવી જ એક ઘટના અમેરિકાથી સામે આવી છે. જેમાં અમુક એવા તોફાની તત્વો દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાને તોડફોડ કરી નાખવામાં આવી હતી. વધુ વિગતે જાણીએ તો આ ઘટના અમેરિકામાં આવેલા દક્ષિણ રિચમંડ હિલ સ્થિત શ્રી તુલસી મંદિર પાસે આવેલી મહાત્મા ગાંધીની પ્રતિમા સાથે બની હતી.
બપોરે 1:30 વાગ્યાની આજુબાજુ 6 આવારા તત્વો આવ્યા અને તેમણે મહાત્મા ગાંધીની પ્રતિમા ને તોડફોડ કરવાની શરૂ કરી દીધી. સાથોસાથ તે લોકોએ ત્યાં સામેના રસ્તા પર ગ્રાન્ડપી અને ડોગ એટલે કે કૂતરો એવું પણ લખ્યું. આ ઘટનાને અંજામ આપ્યા બાદ તે છ લોકો કારમાં બેસીને નાસી ગયા હતા. આ બાબતે પોલીસે વધુ તપાસ આગળ કરી હતી. જાણવા મળ્યું કે એસેમ્બલી સભ્ય જેનીફર રાજકુમારના જણાવ્યા અનુસાર આ કાવતરું હિન્દુઓના વધતા જતા પ્રમાણ ને લઈને લોકોમાં હિન્દુઓ પ્રત્યે નફરત પેદા થઈ ગઈ હોય.
તે લોકો આવી રીતે ના પ્રતિમાને નુકસાન પહોંચાડી રહ્યા છે. અમેરિકામાં આ પહેલીવાર એવું થયું નથી કે મહાત્મા ગાંધીની પ્રતિમાને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોય. આ અગાઉ પણ અનેકવાર આવી ઘટના બની ગયેલી છે. જેમાં 26 જાન્યુઆરી 2022 ના રોજ વોશિંગ્ટન ડીસી માં આવેલ મહાત્મા ગાંધીની પ્રતિમા ને ખાલીસ્તાન સમર્થકોએ અપવિત્ર કરવાનું પગલું ભર્યું હતું.
અને જાન્યુઆરી 2021 માં કેલિફોર્નિયાના સેન્ટ્રલ પાર્કમાં આવેલ મહાત્મા ગાંધીની છ ફૂટ ઊંચી પ્રતિમાને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આમ આ બાબતે ભારતમાં પણ આના પડઘા પડ્યા હતા. અને અમેરિકામાં વસતા હિન્દુ લોકોમાં આ લોકો પ્રત્યે નફરતની ભાવના પેદા થઈ હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!