હદય કંપાવતો વિડીયો ! ખેતર મા બે સિંહણો ને લટાર મારતાં જોઈ આ વ્યક્તિ એ જે કર્યું તે જોઈ ધ્રુજી ઉઠશે,,જુઓ વિડીયો.
આપણા ગુજરાતમાં આવેલા ગીર સોમનાથ જિલ્લાની આજુબાજુના વિસ્તારમાં અને જૂનાગઢની આજુબાજુના વિસ્તારમાં સિંહ ખૂબ જ મોટી માત્રામાં જોવા મળે છે. આપણા ગુજરાતમાં સિંહ દર્શન માટે લોકો વિદેશથી પણ આવતા હોય છે. ભારતમાં માત્ર ગુજરાત એવું રાજ્ય છે કે જ્યાં સિંહ દર્શન થઈ શકે છે અને એ પણ જંગલના વિસ્તારમાં સિંહ ખુલ્લા વિસ્તારમાં આંટા ફેરા મારતા જોવા મળે છે.
લોકો સિંહ દર્શન માટે આપણા ગુજરાતમાં દૂર દૂરથી આવતા હોય છે અને ખાસ એવું જંગલમાં આયોજન પણ કરવામાં આવતું હોય છે. આપણા ગુજરાતમાં કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં સિહો માનવ વસ્તીમાં આવી ચડે છે. ક્યારેક સિંહો માનવ વસ્તીમાં આવી ચડતા લોકોમાં ખૂબ ભયનો માહોલ ફેલાઈ જતો હોય છે. તો ક્યારેક સિંહો રસ્તા ઉપર આવી ચડતા લોકોને એક સ્થળ પરથી બીજા સ્થળે જવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે.
અને ક્યારેક ખેતર વાડીમાં પણ સિંહો લટાર મારવા આવી જતા હોય છે. હાલમાં એવો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં એક વ્યક્તિ પોતાના ખેતરમાં આવે છે તો તેને બે સિંહણ પોતાના ખેતરમાં આંટાફેરા મારતી જોવા મળે છે. ખાસ કરીને આપણે સિંહોને પહેલી નજર જોતા આપણા મનમાં ભયનો અથવા ડરનો માહોલ પેદા થઈ છે અને આપણે ત્યાંથી ભાગી જતા હોઈએ છીએ. વીડિયો IFS ઓફિસર સુશાંત નંદાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કર્યો છે અને કેપ્શનમાં જણાવ્યું છે કે આ દ્રશ્ય ગુજરાતનું છે.
Another day in Gujarat,India. pic.twitter.com/QGeGTswN1X
— Susanta Nanda (@susantananda3) November 27, 2022
પરંતુ આ વ્યક્તિની હિંમત અને બહાદુરીને સલામ છે. તેને પોતાના ખેતરમાં બે સિંહણને જોઈને તે વ્યક્તિને જરા પણ મનમાં ડરનો માહોલ પેદા થતો નથી અને વ્યક્તિ ત્યાં નીડર રહીને ઉભો રહે છે. એટલું જ નહીં વ્યક્તિ તે બંને સિંહણના ફોટાઓ પોતાના મોબાઈલમાં કેદ કરવા લાગે છે. બંને સિંહણો પણ ખેતરમાં આરામથી આટા મારી રહી છે અને ખેતરમાં એક સમયે તો તે આરામ પણ કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!