બેંગ્લોર માં સામે આવ્યું વરસાદ નું રૌદ્ર સ્વરૂપ. લોકો બુલડોઝર ના સહારે પહોંચી રહ્યા છે કામ પર.. જુઓ વિડીયો.
આપણા ભારત દેશમાં હાલ ચોમાસુ પૂર્ણ થવાના આરે છે. એવામાં હજુ પણ ભારત દેશના કેટલાક રાજ્યોના કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ ખૂબ જ પડી રહ્યો છે. અને લોકોને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે. હાલ ભારત દેશના કર્ણાટક રાજ્યના સિલિકોન સીટી તરીકે ઓળખાતા તેવા બેંગ્લોરમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે.
બેંગ્લોરમાં મુશળધાર વરસાદને કારણે ઠેર ઠેર વરસાદ ના પાણી ભરાઈ ચૂક્યા છે. લોકોને ઓફિસ જવામાં, બાળકોને શાળાએ જવામાં અને લોકોને કામે જવા માટે ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલીક જગ્યાઓએ રજા પાડી દેવામાં આવેલી છે. તો કેટલીક જગ્યાઓએ આઇટી કર્મચારીના ઓફિસરો જેસીબી નો ઉપયોગ કરીને પોતાના કામે પહોંચી રહ્યા છે. સિલિકોન વેલી બેંગલોર માંથી એક વિડીયો બહાર આવ્યો છે. આ વીડિયોને ટ્વિટર હેન્ડલ એકાઉન્ટ પર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ શેર કર્યો છે.
I second that thought. Where there’s a will, there’s a way… https://t.co/aJvxVfCbXn
— anand mahindra (@anandmahindra) September 6, 2022
જેમાં જોઈ શકાય છે કે બેંગ્લોરમાં મુશળધાર વરસાદને કારણે કેટલાક લોકો નદી નાળા પાર કરવા માટે જેસીબી અથવા તો ફુલ ડોસર નો ઉપયોગ કરી રહ્યા છે. અને ફૂલ ડોઝરના હાથા ઉપર બેસીને નદી નાળા પાર કરી રહ્યા છે. તો કેટલાક બાળકો અને કેટલાક લોકો નદી નાળા પાર કરવા માટે ટ્રેક્ટર ટ્રોલીના ઉપયોગ કરી રહ્યા છે. અને મહામુસીબતે પોતાના કામે પહોંચી રહ્યા છે.. જુઓ
Residents of Rainbow Drive Layout in Sarjapura, #Bengaluru send their kids to school in tractor. They were unable to get their vehicles out since the basement of their apartments was flooded. pic.twitter.com/WxTeTMb59L
— Gautam (@gautyou) August 4, 2022
આ વિડિયો જોઈને લોકો પણ શોકમાં આવી ગયા છે કે બેંગ્લોરમાં આટલો બધો વરસાદ પડી ગયો. કારણકે વીડિયોમાં સાફ જોઈ શકાય છે કે બેંગ્લોરમાં નદીના નાળા ઉફાન પર જોવા મળે છે અને લોકો ને સુરક્ષિત સ્થાન ઉપર પહોંચાડી દેવામાં આવેલા છે. આ માટે તંત્ર દ્વારા બનતી એટલી સહાય કરવામાં આવી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!