જો તમે પણ ચા બનાવીને કરો છો આ ભૂલ તો સાવધાન ! થય શકે છે મોટું નુકસાન….
મિત્રો આપણે સૌ ચા વિશે જાણીએ છીએ. દરેક વ્યક્તિ ચા ની શોખીન હોઈ છે. તેમાં પણ જો વાત ભારત ના લોકો અંગે કરીએ તો અહીંના લોકો માં પીણા તરીકે ચા ઘણું જ પસંદ કરવામાં આવે છે. ભારત માં લોકો ગમ્મે તે સિઝન માં ચા પીવાનો પહેલો આગ્રહ રાખતા હોઈ છે.
ચા એ મનને તરો તાજા કરે છે અને મનને એક નવી ઉર્જા પ્રદાન કરે છે. ઘણા લોકો ને તો ચા નો એટલી હદે બંધાણ હોઈ છેકે જો તેઓ ચા ન પીવે તો તેમને માથા ના દુખાવા અંગે નો પ્રશ્ન થઈ જાય છે. પરંતુ આજે આપણે ચા ને લઇને અમુક એવી માહિતી તમને આપસૂ કે કદાચ તમે નહીં જાણતા હોવ.
આપણે સૌ એવું માનિએ છીએ કે ચા બનાવ્યા બાદ તેના વધેલા કુચા નો કોઈ ઉપયોગ રહેતો નથી પરંતુ તેવું નથી આ કુચા ઘણા ફાયદા કારક છે તો ચાલો આ અંગે વધુ માહિતી મેળવીએ. ચાના આવા વધેલા કુચા ઘણી જગ્યાએ ઉપયોગ માં લઈ શકાય છે આ માટે આવા વધેલા કુચાને તેવી રીતે સાફ કરવા કે જેથી કરીને તેમાંથી ખાંડ ની ગળપણ જતી રહે. જો વાત તેના ઉપયોગ અંગે કરીએ તો.
1) કુદરતી કંડિશનર :- તમે કદાચ નહીં જાણતા હોવ પરંતુ ચાના આવા કુચા નો ઉપ્યોગ કન્ડિશનર તરીકે પણ કરી શકાય છો જે માટે પ્રથમ તમારે ચાના પાનને ફરી એક વાર પાણીમાં ઉકાળવા ના અને આ ઉકાળેલા પાણીથી જો તમે તમારા વાળ ધોઈ લો તો તે ફાયદાકારક છે.
2) સફાઈ માટે :- વાસણો પણ થાઈ છે સાફ તમને જાણીને નવાઈ લાગશે પરંતુ જો તમે વાસણ આવા ચાના કુચા અને પાવડરન મિશ્રિત કરી ને વાસણ ધોશો તો વાસણો ચમકવા લાગશે અને સ્વચ્છ પણ થઈ જશે.
3) ખાતર તરીકે ઉપયોગી :- ચાના વધેલા કુચા નો ઉપયોગ ખાતર તરીકે પણ થાઈ છે. જોકે તે વનસ્પતિ માટે ઘણી જ ઉપયોગી ગણાય છે આવા ચાના કુચા નું ખાતર એ ગુલાબના છોડ માટે પણ ખૂબજ ઉપયોગી મનાય છે.
4) ઈજા માં રાહત :- મિત્રો ચાના પાનમાં એન્ટીઓકિસડન્ટો હોય છે જો તમને ઈજા પહોંચી હોય તો પ્રથમ તમારે આ ચાના કુચાને પાણી માં ઉકાળવા અને ત્યાર બાદ આ પાણીથી તમારા ઘા સાફ કરવા. આવું કરવાથી ઘા ઝડપથી મટી જાય છે.
5) ઘરની સફાઈ :- તમને જાણીને નવાઈ લાગશે પરંતુ ચા ના કુચા નો ઉપયોગ ઘર ની સફાઈ માટે પણ કરી શકાય છે કે જે ઘરમાં ચોખ્ખું વાતાવરણ પૂરું પાડે છે. આ માતે તમારે ચાના કુચા ને ડોલ ની અંદર નાખી ત્યાર બાદ આ પાણી થી ઘરને સાફ કરો. તેનાથી માખીઓ ઘર થી દૂર ભાગશે.