Entertainment

પત્ની સાથે ફોટા પડાવવાના ચક્કરમાં હિમેશ રેશમિયાએ જે કર્યું તેના કારણે લોકો તેમને ટ્રોલ કરી રહ્યા છે…જુઓ વીડિઓ

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે કુદરતે દરેક વ્યક્તિને અલગ અલગ રંગ, રૂપ, કદ, આકાર આપ્યા છે. કુદરત દ્વારા મળેલ આ શરીર પ્રત્યે આપણે શરમ ના રાખવી જોઈએ અને આપણે જેવા પણ છીએ સારા છીએ તેમ ધરીને પોતાનો સ્વીકાર કરવો જોઈએ. પરંતુ ઘણા લોકો પોતાના શરીર ને લઈને થોડા અસહજ રહે છે. ખાસ કરીને અનેક લોકો પોતાની હાઈટ ને લઈને ચિંતામાં રહે છે.પોતાને અન્ય કરતા ઉચા સાબિત કરવા માટે વ્યક્તિ ઘણી તરકીબ કરે છે.

જોકે આવું કામ બોલીવુડ ના સ્ટાર પણ કરે છે. હાલમાં આવોજ એક વીડિઓ સોસ્યલ મીડયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. વીડિઓ હિમેશ રેશમિયા નો છે. જેને જોઇને લોકો હિમેશને ઘણા ટ્રોલ કરી રહ્યા છે. તો ચાલો આપણે વાયરલ થતા વીડિઓ અંગે વધુ માહિતી મેળવીએ. વીડિઓ માં હિમેશ રેશમિયા પોતાની પત્ની સોનિયા સાથે એરપોર્ટ પર જોવા મળે છે. તેઓ એક કોન્સર્ટ ને લઈને ચંદીગઢ જઈ રહ્યા હતા.

આ સમયે હિમેશ પ્રિન્ટેડ સટ અને ડેનીમ ઉપરાંત સફેદ બુટમાં સુંદર લાગી રહ્યા હતા. ઉપરાંત સોનિયા પણ સફેદ સૂટમાં અપ્સરા જેવા લાગી રહ્યા હતા. આ સમયે જયારે બંને એરપોર્ટ પર પહોચ્યા ત્યારે મીડ્યાને ફોટો પડાવતા સમયે હિમેશ પોતાના પગની આગળીઓ પર ઉભા રહેતા જોવા મળ્યા. જણાવી દઈએ કે હિમેશ પત્ની સોનિયા કરતા ઉચાઈમાં નીચા છે. માટે પત્ની કરતા ઉચા બતાવવા માટે હિમેશ વારંવાર પોતાના પગની આંગળીઓ પર ઉભા રહેતા અને થોડા ઉછળતા પણ જોવા મળ્યા.

હાલમાં આ ઘટનાનો વીડિઓ સોસ્યલ મીડયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. લોકો હિમેશ ને ટ્રોલ કરતા પોતાની જાતને સ્વીકારવા અને પોતાના વ્યક્તિત્વે ને સ્વીકારવા માટે સલાહ આપી રહ્યા છે. વિશ્વના અનેક કલાકરો ના ઉદાહરણ આપી રહ્યા છે કે જેઓ પોતાના લાઈફ પાર્ટનર કરતા નીચા છે પરંતુ આવું કામ નથી. કરતા તો લોકો એમ પણ પૂછે છેકે પત્ની કરતા નીચા હોવામાં ખોટું શું છે?

જણાવી દઈએ કે સોનિયા હિમેશ રેશમિયા ની બીજી પત્ની છે. તેમના પહેલા લગ્ન ૨૧ વર્ષની ઉમરે કોમલ સાથે થયા હતા. તેમને એક સંતાન સ્વયં પણ છે પરંતુ તેમનો આ સંબંધ ૨૦૧૬ માં તૂટી ગયો જે બાદ તેમણે ટીવી ની જાણીતી અભિનેત્રી સોનલ સાથે લગ્ન કર્યા જાણવી દઈએ કે હિમેશ રેસમીયાએ પોતાના ગીતો દ્વારા લાખો લોકોના દિલમાં જગ્યા બનાવી છે. આજે પણ તેઓ અનેક રીયાલીટી શોમાં જજ તરીકે જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *