રશિયા યુક્રેન યુદ્ધની અસર સોના ચાંદી ના ભાવમાં ધરખમ ઘટાડો! આજે આટલી કિંમત છે..
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં વિશ્વ પટલ પર યુદ્ધ ની સ્થિતિ છે તેવામાં એક તરફ મોંઘવારી માં વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ આવક માં ઘટાડો જોવા મળી રહ્યો છે. તેવામાં વિશ્વ ની ડામાડોળ પરિસ્થિતિ માં દરેક લોકો લાંબા ગાળા નું વિચારી ને પોતાના પૈસા ને સુરક્ષિત જગ્યાએ રોકવા માંગે છે.
તેવામાં લોકો સોના અને ચાંદી ને રોકાણ નો યોગ્ય વિકલ્પ માની રહ્યા છે. આપણે સૌ જાણીએ છિએ કે સોના અને ચાંદી જેવી અમુલ્ય ધાતુ મા નાણાં રોકવાથી નાણાં સલામત રહે છે ઉપરાંત યોગ્ય વૃદ્ધિ નો લાભ પણ રહે છે. આપણે આજે સોના અને ચાંદી નાં ભાવ માં થયેલા ફેરફાર વિશે વાત કરવાની છે.
સૌ પ્રથમ જો વાત પીળી ધાતુ અંગે કરીએ તો ભારતીય સરાફા બજાર માં 999 શુદ્ધતા ધરાવતા 10 ગ્રામ સોનાનો ભાવ આજે 310 રૂપિયા સસ્તો થઈને રૂપિયા 52152 એ પહોંચી ગયો છે જ્યારે 995 શુદ્ધતા વાળા 10 ગ્રામ સોનાની કિંમતમાં 309 રૂપિયાનો ઘટાડા સાથે આ સોનું 51943 રૂપીયાએ વેચાય છે. હવે જો વાત 916 શુદ્ધતા વાળા સોના અંગે કરીએ તો તેનો ભાવ રૂપિયા 47771 છે.
આ ઉપરાંત રૂપિયા 233 ની ઘટ સાથે 750 શુદ્ધ સોનાની કિંમત 39114 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે વાત 585 શુદ્ધતા વાળા 10 ગ્રામ સોના અંગે કરીએ તો તેનો ભાવ રૂપિયા 30509 છે કે જેમાં 181 રૂપિયા નો ઘટાડો થયો છે. આ ઉપરાંત જો વાત બીજી અમુલ ધાતુ ચાંદી અંગે કરીએ તો જણાવી દઈએ કે ચાંદીના ભાવમાં 510 રૂપિયાનો ઘટાડો થયો છે આ સાથે 999 શુદ્ધતાની એક કિલો ચાંદીની કિંમત 69203 રૂપિયા થઈ ગઈ છે.