કેટરીના વિકી અને મોની સહિત રાજકુમાર રાવ ઉપરાંતઆ બૉલીવુડ કલાકારોએ આમ ઉજવી હોળી જુઓ ફોટા અને વિડીયો..
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં હોળી ધુળેટી નો પર્વ ચાલી રહ્યો છે આપણે સૌ જાણીએ છિએ કે આ પર્વ અસત્ય પર સત્ય ની જીત નું પ્રતીક છે. આ પર્વ ને રંગોના પર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે કે જ્યાં લોકો એક બીજા ને રંગ લગાવી ને આ ખાસ તહેવાર ની ઉજવણી કરે છે બાળક થી લઈને વૃદ્ધ દરેક વ્યક્તિ હોળી ના આ રંગમાં રંગાઈ જાય છે અને તહેવાર નો અનેરો આનંદ લે છે.
આપણે સૌ જાણીએ છિએ કે થોડા સમય પહેલા જ લગ્નનો સમયગાળો પૂર્ણ થયો છે. આજ વખતે અનેક લોકોએ પોતાના જીવન સાથીની પસંદગી કરી છે જે પૈકી અનેક બૉલીવુડ કલાકારો પણ આ પાવન સમયગાળા માં લગ્નના પવિત્ર બંધન માં જોડાઈ ને પોતાના જીવન ની નવી શરૂઆત કરી છે જે પૈકી આવા નવ વિવાહિત કલાકાર દંપતિઓ માટે આ હોળી પહેલી હતી. તો ચાલો આપણે જાણીએ કે કયા કલાકારે કઈ રીતે હોળી ની ઉજવણી કરી.
આ યાદીમાં સૌથી પહેલું નામ છે બોલીવુડ ની સૌથી લોક પ્રિય જોડી વિકી અને કેટરીના ની આપણે સૌ જાણીએ છિએ કે આ કલાકાર ના લગ્ન ઘણા ચર્ચામાં રહ્યા હતા અને આજે પણ તેઓ હંમેશા લાઇમ લાઈટ માં રહે છે. જણાવી દઈએ કે તેમના લગ્ન ડિસેમ્બર 2021માં સવાઈ માધોપુરમાં થ્યા હતા જેની અનેક તસ્વીર પણ સોશ્યલ મીડિયા પર ઘણી વાયરલ થઈ હતી. જો કે તેમણે આ પહેલી હોળી પરિવાર સાથે ઉજવી હતી.
View this post on Instagram
જ્યારે વાત બોલિવુડના હેન્ડસમ અને પ્રભાવી અભિનેતા કે જેમણે પોતાની એક્ટિંગ થી લાખો દિલો પર રાજ કરે છે તેવા અભિનેતા રાજકુમાર રાવ અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમને નવેમ્બર 2021માં પોતાની ગર્લફ્રેન્ડ પત્રલેખા સાથે લગ્ન કર્યા છે. તેમણે પણ આ પહેલી હોળી ઘણી ધામ ધુમથી ઉજવી જેની તસ્વીર સોશ્યલ મીડિયા પર શેર કરી હતી.
View this post on Instagram
હવે જો વાત ટેલીવિઝન જગત ની જાણીતી અદાકારા અને નાગિન એવી સુંદર અભિનેત્રી મોની રોય અંગે કરીએ તો આપણે સૌ જાણીએ છિએ કે તેઓ ઘણી મોટી લોકપ્રિયતા ધરાવે છે અને લોકો તેમને ઘણા પસંદ કરે છે જણાવી દઈએ કે મૌની રોયે જાન્યુઆરીમાં સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કર્યા છે. અને રોમેન્ટિક અંદાજ માં હોળીના ફોટા સોશ્યલ મીડિયા પર શેર કર્યા હતા.
View this post on Instagram
આ ઉપરાંત જો વાત બોલીવુડ ના મળતી ટેલેન્ટેડ એક્ટર એટલે કે ફરહાન અખ્તર અંગે કરીએ તો આપણે સૌ જાણીએ છિએ કે તેમણે અત્યાર સુધીમાં અનેક હિત ફિલ્મો આપી છે તેઓ અભિનેતા સાથો સાથ ડાયરેક્ટર અને પ્રોડ્યુસર પણ છે. જણાવી દઈએ કે તેમણે 19 ફેબ્રુઆરીએ પોતાની ગર્લફ્રેન્ડ શિબાની દાંડેકર સાથે લગ્ન કર્યા હતા.
View this post on Instagram
આ યાદીમાં આગળ નું નામ ટેલીવિઝન ની સંસ્કારી બહુ એટલે કે અંકિતા લોખંડે નું છે આપણે સૌ જાણીએ છિએ કે તેઓ ઘણા સમયથી એક્ટિંગ જગત માં સક્રિય છે તેમની સીરીયલ પવિત્ર રિશ્તા ઘણી મોટી લોક ચાહના ધરાવે છે. જણાવી દઈએ કે અભિનેત્રિએ ડિસેમ્બર 2021માં વિકી જૈનની સાથે લગ્ન કર્યા છે. આ હોળી તેમના લગ્ન બાદ પહેલી હોળી હતી. જે તેમણે એક રિયાલિટી શોના સેટ પર સેલિબ્રેટ કરી હતી.
View this post on Instagram
હવે જો વાત લોક પ્રિય અને સુંદર નાગીન એટલે કે કરિશ્મા તન્ના અંગે કરીએ તો આપણે સૌ જાણીએ છિએ કે તેઓ અનેક શોમાં જોવા મળ્યા છે. જણાવી દઈએ કે તેમણે વરુણ બંગેરાની સાથે લગ્ન કર્યા છે જે બાદ આ પહેલી હોળી ની અનેક તસ્વીર પણ ફેન્સ સાથે સેર કરી છે.
View this post on Instagram
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.