મોરબી માં બની ભયન્કર દુર્ઘટના ઝૂલતો પુલ તૂટવાના લીધે 400-લોકો ખાબક્યા પાણી માં અને અનેક લોકો ના મોત જુઓ તસ્વીર.
રોજબરોજ અનેક દુર્ઘટનાઓ સામે આવતી હોય છે અને લોકો મોતને ભેટતા હોય છે. એવી જ એક ઘટના આજના દિવસમાં સામે આવી છે. જેમાં મોરબીમાં એક ગોઝારો અકસ્માત થયો છે. જેમાં મોરબીમાં એક ઝુલતો પુલ તૂટવાની દુર્ઘટના સર્જાતા પુલ ઉપર રહેલા 400 જેટલા લોકો પાણીમાં ડૂબીયાના અહેવાલો સામે આવ્યા છે.
જાણવા મળ્યું કે મોરબીમાં આવેલો પુલ કે જેને બે વર્ષ બાદ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. સાત મહિના અગાઉ આ પુલ ને બંધ કરવામાં આવ્યો હતો અને પૂલના રિનોવેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ નવા વર્ષમાં આ પૂલને સહેલાણીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. પરંતુ આજના રવિવારના દિવસે લોકો રવિવારની મજા આ પુલ પર માણી રહ્યા હતા. એવામાં સાંજના સમયે આ પુલ ના વચ્ચે થી બે ભાગ થઇ ગયા હતા. અને પુલ તૂટી પડ્યો હતો.
પુલ ના બે ભાગ થવાના કારણે પુલ પર રહેલા 400 જેટલા લોકો પાણી માં ખાબક્યા હતા. આ અહેવાલ ની જાણ થતા કચ્છથી અને રાજકોટથી તરવૈયા અને રાજકોટથી 7 ફાયર બ્રિગેડની અને 1 SDRFની ટીમો રવાના થઇ છે. જ્યારે ગાંધીનગરથી બે NDRFની ટીમ રવાના કરાઇ છે. કંન્ટ્રોસરૂમ અને હેલ્પ લાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે મૃતકોના પરિવાજનોને 2-2 લાખની સહાય અને ઇજાગ્રસ્તોને 50-50 હજારની સહાય જાહેર કરી છે. જ્યારે સારવાર માટે રાજકોટમાં ઇજાગ્રસ્તોની સારવાર માટે અલગ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે.
આ દુઃખદ ઘટના બાદ ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાત ના મુખ્યમન્ત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્ર મન્ત્રી અમિત શાહ અને દિલ્હી ના મુખ્યમન્ત્રી અરવિંદ કેજરીવાલે આ બાબતે ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું હતું. જાણવા મળ્યું કે 60 લોકો ને તાત્કાલિક રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. અને સ્થાનિક લોકો પણ મદદે દોડી આવ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!