ગુરુ-શિષ્ય માં મરી ગઈ માનવતા! ભ્રસ્ટાચાર કરવા ગુરુ-શિષ્ય ની જોડી એ એવો મગજ વાપર્યો કે સાંભળી ને ઉડી જશે હોંશ,
નર્મદા જિલ્લાના નાંદોલ તાલુકાના નરખડી વીજ મીટર લેવાનું હતું. આ માટે નરકડી ગ્રામ પંચાયતમાં ઘર નંબર ફાળવવા અને મંજૂરી માટે એક ખેડૂત એ અરજી કરી હતી. આ અરજી તલાટી નીતાબેન પટેલ ને મળી હતી. જે બાદ આ કાર્યવાહી કરવા માટે તલાટી નીતાબેન પટેલે અરજદાર પાસે એક લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. જે બાદ અરજદારે આ એક લાખ રૂપિયાની લાંચ આપશે. તેમ પણ જણાવ્યું હતું.
જે બાદ સુરત થી આંગડિયાની પેઢી મારફતે ગાંધીનગરમાં જ્ઞાન એકેડમી ક્લાસીસના સંચાલક મહેશભાઈ અમૃતભાઈ આહજોલીયા એ આ એક લાખ રૂપિયા આંગડિયા મારફતે સ્વીકાર્યા હતા. બાદમાં આ આખું કાવતરું બહાર આવ્યું હતું. જેમાં જાણવા મળ્યું હતું કે નીતા પટેલ ગાંધીનગરમાં ચાલતી જ્ઞાન એકેડમીમાં પોતાની તલાટી ની પરીક્ષા ની તૈયારી કરીને પોતે પાસ થયા હતા. અને તે ગાંધીનગર જ્ઞાન એકેડમી ના સંચાલક મહેશભાઈ એટલે કે નીતા બહેનના ગુરુને આ ભ્રષ્ટાચાર ના ધંધામાં લગાડ્યા હતા.
ગુરુ અને શિષ્ય આ ભ્રષ્ટાચારના ધંધામાં લાગેલા હોય અંતે તેનો ભાંડો ફૂટી ગયો હતો. જ્યારે ફરિયાદીએ એટલે કે અરજદારે આ લાંચની રકમ ઓછી કરવાની આજીજી નીતાબેન પટેલ તલાટીને કરી ત્યારે નીતા બહેને કહ્યું કે હું નોકરી શોખ ખાતર કરું છું. અને 10,000 રૂપિયા થી ઓછી રકમ ના ચપ્પલ પણ નથી પહેરતી. ત્યારબાદ રૂપિયા આપનાર અરજદારે સુરત એસીબીમાં ફરિયાદ કરી હતી.
જેમાં સુરત એસીબી એકમના મદદનીશ નિયામક એનપી ગોહિલના સુપરવિઝનમાં પીઆઇ કે ચૌહાણ ફિલ્ડ સુરતના સ્ટાફ દ્વારા ફરિયાદ આધારે 22 સપ્ટેમ્બર ના રોજ આ બાબતે ચક્રો ગતિમાન કર્યા હતા. અને તેના આધારે મહેશ આહાજોલીયાની ધરપકડ કરી હતી. સાથે નીતા પટેલની ધરપકડ રાજપીપળાથી કરવામાં આવી હતી. ગાંધીનગર ના સેક્ટર નંબર છ માં જ્ઞાન એકેડમી ચલાવે છે. આમ આ સમગ્ર મામલો સામે આવ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!