India

ભારત ના આ લોકો ને રસ્તા થી પણ વધુ હવા માં ઉડવાનો છે શોખ! પ્રાયવેટ જેટ, યોટ ની કિંમત જાણી રહી જશે અચમ્બિત.

Spread the love

આપણા ભારત દેશમાં ઘણા બધા મોટા મોટા ઉદ્યોગપતિઓ છે અને ઘણા મોટા નામી લોકો છે કે જે આજે પોતાના જીવનને લઈને ખૂબ જ ચર્ચાનો વિષય હોય છે અને આવા મોટા મોટા ઉદ્યોગપતિ અને મોટા મોટા લોકો આજે આલિશાન અને લક્ષરીયસ રીતે પોતાનું જીવન જીવતા હોય છે. મોટા મોટા યો ટથી લઈને મોટા મોટા પ્રાઇવેટ હવાઈ જહાજ પણ તે લોકો ના જીવનમાં સામેલ છે. તો ચાલો આજે અમે તમને જણાવીએ કે એવા કયા લોકો છે કે જે પોતાના પ્રાઇવેટ જેટ થી માંડીને મોટા મોટા યોંટ પણ ધરાવે છે.

મુકેશ અંબાણી- મુકેશ અંબાણીને તો આજે આખું ભારત દેશ ઓળખે છે. મુકેશ અંબાણી ભારતના ધનિક ઉદ્યોગપતિઓમાંના એક અને બોઈંગ બિઝનેસ જેટ ના માલિક પણ છે. આ બોઈંગ બિઝનેસ જેટ ની વાત કરવામાં આવે તો તેની કિંમત 535 કરોડ રૂપિયા છે. આ બોઈંગ બિઝનેસ જેટમાં ખાનગી બેડરૂમ થી માંડીને મુકેશ અંબાણી માટે ઓફિસની પણ સુવિધા કરાયેલી છે. આ ઉપરાંત મુકેશ અંબાણી પાસે ફાલ્કન 900 એક્સ જેટ એરબેસ્ત 319 પણ સામેલ છે.

અદર પુનાવાલા- ભારતના વેક્સિંગ પ્રિન્સ તરીકે ઓળખાતા અદર પુનાવાલા કે જેઓ સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયાના માલિક છે તેની પાસે પણ ખૂબ જ વૈભવી અને આલિશાન સંપત્તિ છે અને તે મોટાભાગે હવામાં ઉડવાનું પસંદ કરે છે. આથી તેની પાસે ગર્લફ્રેમ 550 અને તેની પત્ની નતાશા પૂના વાલા પાસે એરબસ a320 ધરાવે છે. આ બંનેની કિંમત પણ કરોડો રૂપિયાની આપી શકાય છે.

રવિ રુઇયા- ઇકોનોમિક્સ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના સમાચાર મુજબ રવિ રુઇયા સનરેશ નામના લક્ઝરીયસ યાટના માલિક છે. આ યાટ ની વિશેષતા એ છે કે આ કરોડો રૂપિયાનું છે અને તેમાં 16 લોકો માટે બેઠક વ્યવસ્થા છે. ઉપરાંત વિશાળ ડાઇનિંગ હોલ. લાઇબ્રેરી. કોન્ફરન્સ માટે અલગ રૂમની વ્યવસ્થા એટલે કે પ્રોફેશનલ જીવન સાથે પર્સનલ જીવન લઈને જ ફરતા હોય છે.

રતન ટાટા- રતન ટાટા થી તો આજે આખું ભારત અને આખું વિશ્વ ના દરેક વ્યક્તિ અજાણ હોય તેવું નથી. રતન ટાટા પાસે એક આલિશાન ભવ્ય દશોલ્ટ કાલ્પન ટુ ઝીરો ઝીરો પ્રાઇવેટ જેટ છે. રતન ટાટા એવા ઉદ્યોગપતિઓમાંના એક છે કે જે માત્ર ખાનગી જેટ ની માલિકી ધરાવે એટલું જ નહીં પણ ખાનગી જેટ ઉડાવાના પણ શોખીન છે.

અમિતાભ બચ્ચન- બોલીવુડના મહાન સુપર સ્ટાર અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચન પણ હવામાં ઉડવાનું પસંદ કરે છે. તેની પાસે છે પ્રાઇવેટ જેટ છે તેની કિંમત ₹260 કરોડ હોવાનો અંદાજ જાણવા મળ્યું છે અને તેની કુલ સંપત્તિ 2950 કરોડ રૂપિયા ની છે.

લક્ષ્મી મિત્તલ- લક્ષ્મી મિત્તલ ભારતના સૌથી મોટા સ્ટીલ મેગ્નેટ ના માલિક છે. તેની પાસે સાત વર્ષથી અમાવી યાટ છે. આ અમાવી યાટ ની કિંમત પણ કરોડો રૂપિયાની છે અને તેની કિંમત છે 2000 કરોડ રૂપિયા. લક્ષ્મી મિત્તલ મુસાફરી કરતા પહેલા વાર્ષિક 20 કરોડ રૂપિયા પણ ચૂકવે છે. આમ ભારતમાં વસતા અનેક ઉદ્યોગપતિ થી લઈને સેલિબ્રિટીઓ પણ કરોડો રૂપિયા ના યાટ અને પ્રાઇવેટ જેટના માલિકો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *