દાદા – દાદી એ પોત્ર ને ગીફ્ટમાં સાઇકલ આપી તો બાળક ના ચહેરા પર એવી ક્યૂટ સ્માઈલ જોવા મળી કે તે જોઈને આખો દિવસ બની જશે….જુવો વીડિયો
યાદ છે એ સમય કે જ્યારે આપણે નાના હતા ત્યારે આપણું એક જ સપનું હતું કે કાશ કોઈ મને સાઇકલ ચલાવતા આવડતું અને મારી પાસે સાઇકલ હોત. સાઇકલની હોવાની ખુશી જ કઇક અલગ હતી. જેમની પાસે સાઇકલ હતી તેઓ પોતાના મિત્રો ની સાથે એક અલગ જ ઓળખ લઈને ફરવા માટે નીકળી જતા હતા. જ્યારે આપણને પણ સાઇકલ મળી હોય તો ત્યારે આપણે પણ બહુ જ ખુશ થઇ ગયા હતા, કેમકે તે સમયમાં સાઇકલ જો કોઈ આપણને અપાવે તો જાને કોઈ કાર મળી ગઈ હોય એટલી બધી ખુશી જોવા મલી જતી હતી.
અને સાઇકલ લઈને સ્કૂલ,ટ્યૂશન અને ફ્રેન્ડ સાથે ફરવા જવાની મજા જ કઈક અલગ હતી . આજે પણ એવો જ સમય ચાલે છે જો કોઈ બાળક ને સાઇકલ મળી જાય તો તેઓ પણ એટલા બધા ખુશ થઇ જાય છે કે જાને હવે તેમને કઈ જોતું જ નથી આ સાઇકલ તેમની માટે બધું જ ગણાય જતું હોય છે. ત્યારે હાલમાં આવી જ ખુશી એક માસુમ બાળક ના ચહેરા પર જોવા મળી રહી છે , અને આ વિડીયો જોયા બાદ લોકો પોતાના બાળપણ ને યાદ કરી રહયા છે.
વાઇરલ થઇ રહેલ આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વૃદ્ધ કપલ પોતાના પૌત્ર ને ગોદમાં લઈને બહાર આંગણામાં આવે છે અને પોતાના પૌત્ર ની આંખો પર પેટ્ટી બાંધેલ હોય છે. બહાર આવ્યા બાદ દાદાજી તેના પૌત્ર ને નીચે ઉતારે છે અને જેવો આ માસુમ બાળક પોતાના આંક કારની પેટ્ટી દૂર કરે છે કે તેની સામે એક નવી સાઇકલ જોવા મળી જાય છે અને આ સાઇકલ જોયા બાદ તે બાળક બહુ જ ખુશ થઇ જાય છે એ તેની ખુશી સાતમા આસમાન પર જોવા મળી જાય છે. દાદા – દાદી નું આ સ્પ્રાઇઝ જોઈને પૌત્ર ની ખુશી નું કોઈ ઠેકાણું રહેતું નથી.
સાઇકલ ને જોયા બાદ તે પોતાના દાદાજીના ગળે વળગી જાય છે.અને પોતાના પૌત્ર ને આમ ખુશ જોઈને દાદા- દાદી પણ વધારે ખુશ થઇ જાય છે. આ વીડિયોને જોયા બાદ લોકોના ચહેરા પર ખુશીની લહેર દોડી આવે છે. ઘણા લોકો આ વિડીયો જોયા બાદ પોતાના નાપાન ને યાદ કરી રહયા છે. આ વિડીયો ને ઈનસ્ટરાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. જેના કેપશન માં લખ્યું છે કે બાળપણ માં સાઇકલ માલ્યાની કંઈક અલગ જ ખુશી હતી. હાલમાં તો લોકોને આ વિડીયો બહુ જ પસંદ આવી રહ્યો છે અને લોકો આ વિડીયો જોયા બાદ પોતાના બાળપણ ના દિવસો ને યાદ કરી રહયા છે.
View this post on Instagram