તમે પણ રિલ્સ બનાવવા ના શોખીન હોય તો આ સમચાર વાંચી લેજો નકર તમારા સાથે પણ આવુ થયું તો બરોબર ના ફસાઈ જશો….
હાલમાં ચારે બાજુ ગુજરાતની અંદર વરસાદી માહોલ જોવા મલી રહ્યો છે ત્યારે ઘણી જગ્યાના વિડીયો સામે આવ્યા છે જેમાં મેઘરાજાએ કહેર વરસાવ્યો છે અને તેનાથી ઘણી માનહાનિ ના દ્ર્શયો સામે જોવા મલી આવ્યા છે જે જોઈને દરેક લોકોના દિલમાં હડકંપ મચી જવા પામ્યો છે. અને આવા ભયાનક પૂરના દ્ર્શયો જોઈને લોકો ના હોશ ઊડી રહ્યા છે ત્યાં જ બીજી બાજુ ઘણા લોકો એવા પણ જોવા મલી આવે છે કે જે વરસાદી માહોલમાં પણ પોતાનો આનદ અને મોજ મજા તો કરી જ લેતા હોય છે
ત્યારે હાલમાં જ તાજેતરમાં જામનગરમાથી એક લોકોને સાવચેત કરતો વિડીયો સામે આવ્યો છે જે વિડીયો અને તેની સામે ના પગલાને જોયા બાદ લોકો ચકિત થઈ રહ્યા છે. વાસ્તવમાં જામનગર નો વિડીયો સામે આવ્યો છે જેમાં એક ગરબા ગ્રૂપ રસ્તાની વચ્ચે જ ગરબા કરતાં નજર આવી રહ્યા છે. પરંતુ આમાં જોવાની વાત એ છે કે આ વિડીયો જેવો ઇન્ટરનેટ પર છવાયો કે પોલીસ એ પણ આ વિડિયોને લઈને ફૂલ એક્શન મૂડમાં જોવા મલી આવી છે. આ અંગેની માહિતી મળ્યા અનુસાર જામનગર ના બેદી બંદર પર વાહનો ની અવરજવર વધારે જોવા મલી જાય છે
જેના કારણે આવા વધારે વાહનો ની અવરજવર ધરાવતા રસ્તા માં ટ્રાફિક જામ કરવો કે વાહન નકામા ઊભા રાખવાએ યોગ્ય વાત નથી. પરંતુ હાલમાં જામનગર ના રોડ પર એક ગરબા ગ્રૂપ એ વાહન ઊભા રાખીને તેના યુવાન અને યુવતીઓ રસ્તા વચ્ચે ગરબા કરી રહ્યા હોય એવો એક વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો જેના બાદ આ વિડીયો વાઇરલ થતાં જ તેમના વિરુધ્ધ કાર્યવાહી કરવા ની માંગ ઊભી થતાં જ પોલીસ એ આ ઘટના ને લઈને લાલ આંખ કરી હતી .
માહિતીમાં જાણવામાં આવ્યું કે જે ગરબા ગ્રૂપ આમ રોડ ની વચ્ચે ઊભા રહીને ગરબા કરી રહ્યું હતું તે ‘ રાસ રસિયા ગરબા કલાસિસ ‘ છે અને હવે આ ક્લાસીસ ના સંચાલક વિરુધ્ધ પોલીસ એ કાયદેસર ની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે અને તેમની ધરપકડ પણ કરવામા આવી છે. આમ રસ્તાના નિયમોને નેવે મૂકીને આમ બિન્દાસ્ત રસ્તા પર ડાન્સ કરવું આ ગરબા ગ્રૂપ ના લોકોને બહુ જ ભારે પડ્યું હતું.
દરેક લોકો જાણે જ છે કે હાલમાં જ બુધવારના રોજ ઇસ્કોન બ્રિજ પર થયેલ અકસ્માત ને લઈને હવે પોલીસ વિભાગ એક્શન મૂડ માં જોવા મળ્યા છે. અને લોકો રોડ સેફ્ટી ના નિયમનું કડકાઈથી પાલન કરે તે અંગે ની સજગતા દાખવી રહ્યા છે.આમ હવે જે લોકો પણ આવવા રિલ્સ બનાવાના શોખીન છો અને આવી ભૂલ કરો છો તો તમે પણ ચેતી જજો કેમકે હવે પોલીસ એક્શન ના મૂડમાં છે.