જો આબુ જાવ તો આ જગ્યાઓ એ ફરવા જેવાનુ ના ભુલતા નકર ટ્રીપ અધુરી રહેશે ! જોઈ લો આ લીસ્ટ અને
માઉન્ટ આબુ એ ભારત દેશના રાજસ્થાન રાજ્યમાં આવેલા અરવલ્લી ગિરિમાળાનું ઉચ્ચતમ શિખર છે. આબુ પર્વતનું સૌથી ઊંચું શિખર ગુરુશિખરસમુદ્ર સપાટીથી ૧૭૨૨ મીટર ઊંચાઈ છે. સન ૧૮૨૨માં યુરોપિયન અધિકારી કર્નલ જેમ્સ ટોડે આ સ્થળની શોધ કરી. ગુજરાતના પાલનપુરથી આ સ્થળ ૫૮ કિમી દૂર છે. આ પર્વત એક પર્વતીય ઉચ્ચ પ્રદેશ નિર્માણ કરે છે જેની લંબાઈ ૨૨ કિમી અને પહોળાઈ ૯ કિમી છે.
રણપ્રદેશનું રણદ્વીપ પણ કહે છે. આની ઊંચાઈને કારણે આ સ્થળ ઘણી નદીઓ, તળાવો, ધોધ અને સદા નીત્ય લીલા જંગલોનું નિવાસ સ્થાન છે. સહેલાણીઓ માટે અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય સ્વર્ગ સમાન છે. અહીં નખી તળાવ, ગાંધીવાટિકા, ટોડ રોક, નન રોક વગેરે સ્થળો આકર્ષક છે.તમે માઉન્ટ આબુ જાવ તો તેની સમીપે આવેલા આ સ્થાનો જરૂરથી ફરજો.
નક્કી લેક : નક્કી લેક માનવનિર્મિત તળાવ છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. આજુ-બાજુ આવેલી ટેકરીઓ જોઇ શકો છે. સાંજના સમયે ત્યાંથી આથમતો સૂર્ય જોવો મનમોહક લાગે છે તેમજ અહીંયા તમે જો તમને ઘોડે-સવારી કરી શકો છો તેમજ નક્કી લેકની નજીક નાનકડું બજાર આવેલું છે. ત્યાંથી તમે શોપિંગ પણ કરી શકો છો. આ જગ્યાએ જરૂર જજો.
ગુરુ શિખર : અરવલ્લી ગિરીમાળાનું સૌથી ઊંચુ શિખર ગુરુ શિખર છે. ગુરુ શિખર પહોંચ્યા પછી અંદાજે 300 પગલાં આગળ ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને શિવના અવતાર દત્તાત્રેયના મંદિરે પહોંચી શકાય છે. લોકો મંદિરમાં દર્શન કરવા અને ત્યાંથી દેખાતા સુંદર દ્રશ્યો જોવા બંન્ને માટે અહીં આવે છે.ગુરુ શિખર ચડતા જ તમને ગિરનાર પર્વતની યાદ આવી જશે.
ટોડ રોક વ્યૂ પોઇન્ટ : ફોટોગ્રાફર માટે આ ડેસ્ટિનેશન પ્લેસ છે. પોઇન્ટ ટોડ રોક વ્યૂ પોઇન્ટ છે. ટોડ રોક વ્યૂ પોઇન્ટ નક્કી લેકની નજીક મુખ્ય ટ્રેકિંગ ટ્રેઇલ પર આવેલું છે. અહીંયાનું ચડાણ ખૂબ જ સરળ છે. ત્યાંથી નક્કી લેક તથા તેની આસપાસના સુંદર દ્રશ્યો જોવા મળે છે. વરસાદના સમયમાં આ નજારો વધારે સુંદર લાગે છે. આ સ્થળ તમને કુદરતની અદભુત સૌંદર્યથી વાકેફ કરાવશે.
માઉંન્ટ આબુ : જો તમે માઉન્ટ આબુ ગયા હોવ અને જો તમે અહીંયાનો સનસેટ પોઇન્ટ નથી જોયો તો તમારો માઉન્ટ આબુનો પ્રવાસ અધૂરો છે. આથમતા સૂર્યના કિરણોને પોતાની અંદર સમાવતી આ અરવલ્લી પર્વતમાળાનો નજારો જ કંઇક અનેરો લાગે છે. તે નક્કી લેકની નજીક આવેલું એક સ્થળ છે. આ એક સારું પિકનિક સ્પોટ છે. આ ગુલાબી કડકડતી ઠંડીમાં આબુની મુલાકાત યાદગાર બની રહેશે.