ગણેશ ઉત્સવમાં અંબાણી પરિવારની પુત્રવધુએ પહેરેલી આ સાડીઓની કિંમત જાણી તમે માથું પકડી લેશો ! હજારો નહીં લાખોમાં કિંમત….
મિત્રો તમને ખબર જ હશે કે હાલ ગણેશ ચતુર્થી ગઈ છે એવામાં હાલ આખા દેશમાં આ તહેવારની ખુબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે એવામાં આપણા દેશના સૌથી ધનિક વ્યક્તિ એવા મુકેશ અંબાણીએ પણ પોતાના ઘરે ગણેશજીની સ્થાપના કરી હતી જેમાં અનેક બૉલીવુડ સ્ટાર તથા ક્રિકેટરોએ હાજરી આપીને ચાર ચાંદ લગાવ્યા હતા, એવામાં હાલ ગણેશ સ્થાપનનની અનેક એવી તસવીરો તથા વિડીયો સામે આવી રહ્યા છે.
ગણેશજીના સ્થાપનમાં શાહરુખ ખાન, સલમાન ખાન જેવા બોલીવુડના મોટા કલાકારો તથા ક્રિકેટ ગોડ એવા સચિન તેંડુલકરે પણ પોતાના પરિવાર સાથે હાજરી આપી હતી જેની અનેક તસવીરો વાયરલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આમ તો તમને ખબર જ હશે કે અંબાણી પરિવાર પોતાના લકઝરીયસ જીવનને લઈને પણ ભારે સૂર્ખી બટોરતી હોય છે એવામાં આજના આ લેખના માધ્યમથી અમે એક એવી જ વાત વિશે જણાવાના છીએ.
ગણેશ ચતુર્થીના આ તહેવારને લઈને અંબાણી પરિવારની પુત્રવધુએ એકથી એક સરસ સાડીઓ પેહરી હતી, જણાવી દઈએ કે મુકેશભાઈ અંબાણીની પત્ની નીતા અંબાણી, શ્લોકા મેહતા તથા રાધિકા મર્ચન્ટએ ખુબ જ સુંદર સુંદર સાડી પેહરી હતી, હવે તમને આમ તો ખબર પડી જ ગઈ હશે કે અંબાણી પરિવારની વહુએ આ સાડી પહેરેલી છે એટલે સસ્તી તો હશે નહીં,મિત્રો તમે સાચ્ચા જ છો કારણ કે અંબાણી પરિવારની આ ત્રણેય પુત્રવધુએ પહેરેલી સાડીની કિંમત લાખો રૂપિયામાં છે.
નીતા અંબાણીએ ગણેશ ચતુર્થીમાં ગ્રીન તથા ઓરેન્જ રંગની સિલ્ક પેઠની સાડી પેહરી હતી જેની કિંમત “ઓનલી પેઠની” વેબસાઈટની અંદર જોતા સાડીની કિંમત 1,10,000 રૂપિયા હોવાનું જાણવા મળ્યું હતું.મુકેશભાઈ અંબાણીની મોટી પુત્રવધુ એટલે કે શ્લોકા મેહતાએ પણ લીલા રંગની ખુબ સુંદર સાડી પેહરી હતી, જયારે મુકેશભાઈ અંબાણીની નાની થનારી પુત્રવધુ એવી રાધિકા મર્ચન્ટે ડિઝાયનર મનીષ મલ્હોત્રાની પેસ્ટલ સિક્વન્સ જોર્જન્ટ સાડી પેહરી હતી જેની કિંમત વેબસાઈટ પર જોતા કિંમત 2,75,000 રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.