અંબાલાલ પટેલથી પણ ભારે આગાહી કરી પરેશ ગોસ્વામી એ, કહ્યું કે આગામી 24 કલાકમાં…. જાણો વિગતે
આપણે જાણીએ છે કે, હાલમાં ચારો તરફ વરસાદની રાહ જોવાઈ રહી છે, ત્યારે હાલમાં જ અંબાલાલ પટેલ બાદ હવે પરેશ ગોસ્વામી એ ગુજરાતમાં વરસાદને લઈને ખાસ આગાહી કરી છે, ચાલો અમે આપને જણાવીએ કે આખરે ક્યારે અને ક્યાં વિસ્તારમાં વરસાદ થશે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્રણ દિવસના વરસાદ બાદ અન્ય સિસ્ટમ સક્રિય થતાં સપ્ટેમ્બર મહિનાના અંત સુધી રાજ્યમાં વરસાદ વરસશે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આખરે કયારે વરસાદ આવે છે
હાલમાં ફરી એકવાર હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે અને કહ્યું છે કે લો પ્રેશર ઉત્તર ગુજરાતથી કચ્છ તરફ મુવ કરી રહ્યુ છે. આજે અને આવતીકાલે રાજ્યના અમુક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.જેથી આગાહી પ્રમાણે બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, વિરમગામ સહિતના વિસ્તારમાં આવનાર 24 કલાકમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.
આ ઉપરાંત બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, દ્વારકા, જામનગર, રાજકોટ સહિતના વિસ્તારમાં મધ્યમ વરસાદ જોવા મળશે. ગીર સોમનાથ, અમરેલી, અને જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.2 સપ્ટેમ્બર બાદ રાજ્યનું વાતાવરણ ખુલ્લું થઇ જશે, 30 સપ્ટેમ્બર પછી મોટા વરસાદની શક્યતા નહિવત છે. 9-10 ઓક્ટોબરે રાજયના તમામ વિસ્તારમાંથી ચોમાસું વિદાય લઇ શકે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.