પાવાગઢ જાવ તો ત્યાં આવેલા આ સુંદર સ્થળોની મુલાકાત લેવાનું ભૂલશો નહિ…જુઓ આ સ્થળોની તસવીરો અને લિસ્ટ
વાત કરીએ તો આપણે સૌકોઈ જાણીએજ છીએ કે ગુજરાતની અમુક ખાસ જગ્યાઓ જે ફરવાલાયક છે તે આજના સમયમાં ખુબજ આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. ગુજરાતી લોકો હરવા ફરવાનું ખુબજ પસંદ કર્તા હોઈ છે તેમજ ચોમાસાની સીઝનમાઁ તો ગુજરાતના અમુક હિલ સ્ટેશન પર એટલો સુંદર દ્રશ્ય જોવા મળતું હોઈ છે જેની તમે વાતજ ના કરો. આવો તમને ગુજરાતના એવા ઘણા ફરવા લાયક સ્થળ વિશે વાત કરીએ જ્યા ખુબજ અધભૂત નજારો જોવા મળતો હોઈ છે.
વાત કરીએ તો ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લામાં હાલોલ નજીક આવેલો એક ડુંગર છે. આ ડુંગરની તળેટીમાં ગુજરાતની એક સમયની રાજધાની રહેલુ ઐતિહાસિક ચાંપાનેર ગામ વસેલું છે અને આ ડુંગરની ટોચ પર આવેલા મહાકાળી માતાના મંદિરને કારણે આ સ્થળ ગુજરાતનાં પવિત્ર યાત્રાધામ પૈકીનું એક તીર્થસ્થળ ગણાય છે. ઉપરાંત એક ધાર્મિક માન્યતા અનુસાર પાવાગઢના આ મંદિરનો સમાવેશ માતાજીની શક્તિપીઠોમાં થાય છે. આને લોકો આહ્યા આવાનું ખુબજ પસંદ પણ કર્તા હોઈ છે. આમ ચૈત્રી તેમજ આસોની નવરાત્રિના નવ દિવસોમાં અહીં સૌથી વધુ લોકો દર્શન કરવા માટે આવી પંહોચે છે. અને દર વર્ષે લાખો લોકો પાવાગઢની મુલાકાતે આવે છે.
તેમજ આ જગ્યાને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સેન્ટરે 3 જુલાઈ, 2004ના રોજ ગુજરાતના ચાંપાનેર અને પાવાગઢને વિશ્વ હેરિટેજ તરીકેનો દરજ્જો પણ આપ્યો હતો. જંગલોની વચ્ચે બે એવા વૉટરફોલ આવેલા છે જ્યાં પ્રકૃતિ ચોમાસાની ઋતુમાં સોળે કળાએ ખીલી ઉઠે છે. તેમજ ચોમાસામાં અહ્યા ખુબજ સુંદર નજારો જોવા મળતો હોઈ છે. ચાંપાનેર સુધી પંહોચવા માટે જંગલો વચ્ચે બનાવેલ રસ્તામાંથી થઈને જવું પડે છે.
વાત કરીએ તો ચોમાસાની ઋતુમાં પાવાગઢના ઘણાં ડુંગરોમાતજી પાણી ધોધ સ્વરૂપે નીચે આવતું જોવા મળતું હોઈ છે જે ખુબજ સુંદર અને અધભૂત નજારો હોઈ છે. તેવુંજ એક હાલોલ થી પાવાગઢ પહોંચતાનાં રસ્તા વચ્ચે ખુણિયા મહાદેવનું મંદિર આવેલ છે. જે જંગલ વિસ્તારમાં આવેલ છે અને ત્યાં ફક્ત જંગલો વચ્ચેથી ચાલીને જ પહોંચી શકાય છે. આ મંદિરની પાસે જ એક ધોધ આવેલ છે જેને ખુણિયા ધોધ તરીકે ઓળખવામાં આવે છે. એ ધોધમાં નાહવા જવાની મનાઈ ફરમાવવામાં આવી છે અને મંદિરની બહાર જ એક સુચના લખવામાં આવી છે. જેથી લોકોની જાનહાની થતા બચી શકે.
તેમજ અન્ય એક વોટરફોલની વાત કરીએ તો હાથણી માતા વૉટરફોલ પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના અભ્યારણની સાવ નજીક આવેલ છે. આ જગ્યાની ખાસિયત એ છે કે ખાસ કરીને ચોમાસાની ઋતુમાં અંહિયા ડુંગરો પરથી પાણીનો કુદરતી ધોધ વહે છે. આમ પંચમહાલ જિલ્લામાં આવેલ આ હાથણી માતાનો આ ધોધ જાંબુઘોડાથી 16 કિમી દૂર સરસવા ગામ પાસે આવેલ છે. પંચમહાલના મુખ્ય શહેર ગોધરાથી આ ધોધ લગભગ 56 કિલોમીટર દૂર આવેલ છે.
આ સાથે અન્ય જગ્યાની વાત કરીએ તો પાવાગઢ ડુંગર આવેલા માંચીથી તળેટી તરફ જતા એક કિલોમીટર દૂર આવેલા સાત કમાન આવેલ છે. આ સદ્દન શાહ અને બુધિયા દરવાજા વચ્ચે નીચલી ટેકરીના કિનારે આવેલું છે. સાત કામન એટલે સાત કમાનો. જ્યા પણ ખાસ કરીને ચોમાસામાં અહીંનાં નજારાની વાત જ કંઇક અલગ છે. આમ માત્ર 6 કમાનો છે જે હાલમાં અસ્તિત્વમાં છે.