દીકરો હોઈ તો આવો ! પોતાની માતાની યાદમાં બનાવ્યું સુંદર તાજ મહેલ…જુઓ આ ખાસ તસવીરો
આગરામાં સ્થિત તાજમહેલ વિશે દરેક વ્યક્તિ જાણે છે, જેને મુઘલ શાસક શાહજહાંએ તેની પત્ની મુમતાઝની યાદમાં આ મહેલ બનાવ્યો હતો. આમ આજે તમને એક ટેવાજ યુવક વિષે જ્નાવીશું જેને પોતાની માતાની યાદમાં વધુ એક તાજમહેલ જેવો મહેલ બનાવ્યો છે જે એક પુત્ર દ્વારા તેની માતાની યાદમાં બનાવવામાં આવ્યો છે. આ સમાચાર તમિલનાડુના તિરુવરુર જિલ્લાના છે.
જ્યાંના રહેવાસી અમરુદ્દીન શેખ દાઉદે તેની માતાની યાદોને સાચવવા માટે સફેદ આરસનો બીજો તાજમહેલ બનાવ્યો હતો. જેમ દરેક બાળક તેની માતાને પ્રેમ કરે છે, તેવી જ રીતે અમરુદ્દીન શેખ દાઉદ પણ તેની માતા જેલાની બીવીને ખૂબ પ્રેમ કરે છે. પરંતુ એક બીમારીએ તેની માતાનો જીવ લીધો, જેના પછી અમરુદ્દીનને ખૂબ જ આઘાત લાગ્યો કારણ કે તેની માતા તેની આખી દુનિયા હતી.
તેની માતાના મૃત્યુના આઘાતને દૂર કરવા અને તેની યાદોને કાયમ રાખવા માટે, તેણે કંઈક અલગ કરવાનું નક્કી કર્યું. વર્ષ 2020 માં તેની માતાનું અવસાન થયા પછી, અમરુદ્દીને નક્કી કર્યું કે તે તેની માતાને તેની જ જમીન પર દફનાવશે. આ નિર્ણયમાં તેમના પરિવારજનોએ પણ તેમને સાથ આપ્યો હતો. જે બાદ તેને પોતાની જમીન પર સફેદ રંગમાં બનેલી તાજમહેલની પ્રતિમા મળી.
તે કહે છે કે તેના પિતાનું રોડ અકસ્માતમાં મૃત્યુ થયા બાદ તેની માતાએ તમામ બાળકોને એકલા હાથે ઉછેર્યા જે સરળ નહોતું. તે કહે છે કે તેના ધર્મમાં બીજા લગ્નની પરંપરા હોવા છતાં તેની માતાએ ફરીથી લગ્ન કર્યા ન હતા. અમરુદ્દીન કહે છે કે તેની માતા પ્રેમ અને શક્તિનું પ્રતીક હતી.