વાવાઝોડું અસાની વિશે હવામાન વિભાગે આપી મહત્વ ની જાણકારીઓ. જાણો ક્યાં રાજ્યો છે એલર્ટ પર.
ભારત માં વર્ષ દરમિયાન અનેક કુદરતી આફતો આફતો આવતી જ હોય છે. જેના કારણે ભારત માં મોટા પ્રમાણ માં નુકશાન થતું હોય છે. અને ભારે મુસીબતો નો સામનો કરવો પડતો હોય છે. ખાસ કરીને દરિયાકાંઠા વિસ્તારો પર રહેતા લોકો ને આની ખુબ જ અસર ભોગવવી પડે છે. ગયા વર્ષે બંગાળ માં યાસ નામનું વાવાઝોડું આવ્યું હતું. અને ગુજરાત માં તૌકતે વાવાઝોડા એ ભારે તબાહી સર્જી હતી.
અત્યારે અસાની વાવાઝોડું ખુબ જ સક્રિય થયેલું છે. હવામાન વિભાગે તેવી જાણકારી આપી છે. બંગાળ ની ખાડી થી આગળ વધી રહેલું આ વાવાઝોડું તબાહીઓ મચાવવા તૈયાર છે. હવામાન વિભાગે જાણકારી આપી કે આગામી 12 તારીખ સુધી કોઈ માછીમારો દરિયો ખેડવા ન જાય. ચંદ્રશેખર આઝાદ કૃષિ વિશ્વ વિદ્યાલય ના વૈજ્ઞાનિક ડો.એસ.એલ.એન.સુનિલ પાંડે એ જાણકારી આપી હતી.
હવામાન વિભાગ ના જણાવ્યા મુજબ વાવાઝોડું મંગળવાર સુધીમાં ઓડિશા અને ઉત્તર-પૂર્વ બંગાળ માં પહોંચવાની સંભાવનાઓ છે. 9-10 તારીખ આજુબાજુ પશ્ચિમ બંગાળ ની ખાડી અને 10-12 તારીખ સુધી માછીમારો ને ઉત્તર-પશ્ચિમ દરિયાકિનારે ન જવા સૂચનાઓ આપવામાં આવેલી છે. હવામાન વિભાગે આપેલી જાણકારી મુજબ બુધવાર સુધીમાં વાવાઝોડું ભયાનક થવાની સંભાવનાઓ છે.
આય.એમ.ડી. ના મહાનિર્દેશક ના જણાવ્યા મુજબ મંગળવાર સાંજ સુધીમાં વરસાદ શરુ થવાની સંભાવનાઓ છે. 10-12 તારીખ સુધીમાં અરુણાચલ પ્રદેશ 9-12 તારીખે આસામ,મેઘાલય 8-12 સુધીમાં રાજસ્થાન ના અલગ અલગ વિસ્તારો માં હીટવેવ ની સંભાવનાઓ છે. હવામાન ના જણવ્યા મુજબ 9 તારીખ સુધીમાં ઉત્તર અને મધ્ય મહારાષ્ટ્ર માં વરસાદ ની સંભવનાઓ છે. 10-12 સુધીમાં હરિયાણા, પંજાબ, દિલ્હી માં વરસાદ ની સંભાવનાઓ છે.