આણંદ માં પૂર જેવી હાલત થતા આ મામલદાર પોતે મેદાને આવ્યા ! એક વર્ષ ની દીકરી ને પૂર માંથી…
ગુજરાત માં વરસાદ ની ધમાકેદાર એન્ટ્રી થઇ ચુકી છે. ઘણા બધા વિસ્તારો જળબમ્બાકાર થઇ ગયા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. હજુ આગામી દિવસો માં વરસાદ ની આગાહી હવામાન વિભાગે કરી છે. એવામાં અમુક વિસ્તારો માં રાહત માટે ટિમો ને પણ તહેનાત કરી દેવામાં આવી છે.
હાલમાં આણંદ જિલ્લા ના બોરસદ તાલુકાના સીસ્વા ગામ માં વરસાદે ભારે તબાહી સર્જી છે. સીસ્વા ગામમાં એટલો બધો વરસાદ પડ્યો કે, ગામ ના લોકો ને તાત્કાલિક રેસ્ક્યુ કરવા પડ્યા હતા. બોરસદ માં વરસેલા વરસાદ ના કારણે ત્રણ લોકો ના મૃત્યુ થઇ ચુક્યા છે. સીસ્વા ગામ નીઓ નદી માં પૂર આવતા આશાપુરા સિમ માં રહેતા લોકો ને ભારે નુકશાન થયું હતું. શનિવારે એક યુવક નું મૃત્યુ થયું હતું. અને અન્ય બે ના મૃતદેહ ત્યારપછી મળી આવ્યા હતા.
સીસ્વા ગામ માં પૂર જેવી હાલત થતા ખુદ મામલતદાર મેદાને આવ્યા હતા. એટલે કે મામલતદાર આરતીબહેન ગૌસ્વામી એ રાહત ની ટિમ સાથે બચાવ માં લોકો ની મદદે આવ્યા હતા. પૂર માં ફસાયેલા લોકો ને સલામત રીતે હાઈસ્કૂલ માં અને પટેલ વાડી માં રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. રાહત ની કામગીરી શરુ હતી. ત્યારે રબારી ચકલા વિસ્તાર માં રહેતા દેવીપૂજક વાસના એક બહેન તેની એક વર્ષ ની દીકરી ને લઇ ને ઘર છોડી ને આવતા ન હતા.
આ સમયે આરતીબહેન મામલતદાર તેના ઘરે આવ્યા અને તેને સમજાવ્યા. અને ત્યારબાદ તેની એક વર્ષ ની દીકરી ને આરતીબહેને ગોદડીમાં લઈને પોતે જાતે ખોળામાં લઇ ને માતા અને પુત્રી ને પોતાની ગાડી માં બેસાડ્યા અને પૂર થી બચાવી ને પટેલ વાડી માં ખસેડ્યા હતા. આમ એક નાની દીકરી અને આખા ગામની વ્હારે મામલતદાર પોતે આવ્યા હતા.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.