અનંત અને રાધિકાના પ્રિવેડિંગમાં શ્લોક મહેતાએ પહેરી હતી આટલા કરોડની ઘડિયાર ! કિંમત જાણી હોશ ઉડી જશે…જાણો વિગતે
હાલમાં જ અંબાણી પરિવાર દ્વારા ભવ્ય પ્રિ વેડિંગ સલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, આ પ્રિ વેડિંગ સેલિબ્રેશનમાં નીતા અંબાણી સૌથી વધુમાં ચર્ચામાં આવ્યા હતા મોંઘીદાટ જવેલરી અને સાડીના કારણે. હાલમાં ફરી એકવાર તેમની મોટી વહુ શ્લોકા પણ ડ્રેસ અને ઘડીયાળના કારણે ચર્ચામાં આવી છે. આ ખબર હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે, ખરેખર આ જોઈને તમને ચોક્કસ સમજાય જશે કે અંબાણી પરિવાર કેવુંવૈભવશાળી જીવન જીવે છે,
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની ઉજવણી શરૂ થઈ ગઈ છે, અને તાજેતરમાં જ ગુજરાતના જામનગરમાં યોજાયેલી ત્રણ દિવસીય પ્રી-વેડિંગ પાર્ટીમાં અંબાણી પરિવારના દરેક સભ્યનો શાનદાર લુક જોવા મળ્યો. શ્લોકા મહેતા પણ આ દરેક ઇવેન્ટમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી. પાર્ટીના ત્રીજા દિવસે શ્લોકાએ ગ્રીન કલરની મિડી ડ્રેસ પહેરી હતી, જેમાં જાળીદાર પેટર્ન અને હાથથી બનાવેલા ફૂલોની સજાવટ હતી. તેમણે આ ડ્રેસને ગ્રીન કલરની ફ્લેયર્ડ પેન્ટ સાથે ટીમઅપ કર્યો હતો. આ કસ્ટમ-મેડ ડ્રેસ ‘ઓસ્કાર ડી લા રેન્ટા’ બ્રાન્ડનો હતો, જેની કિંમત $15,990 એટલે કે અંદાજે ₹13,24,788)હતી.
આ શાહી લુકને વધુ સુંદર બનાવવા માટે શ્લોકાએ ક્લાસી પેરેટ ગ્રીન કલરની ઘડિયાળ પહેરી હતી, જેનો ડાયલ વાસ્તવિક ગુલાબની પાંખડીઓથી બનેલો હતો. ઘડિયાળના ડાયલ પર તોતાની આકૃતિ હતી, જેમાં કિંમતી રત્નો અને ફૂલોની સજાવટનો સમાવેશ થાય છે. ડાયલની અંદર તોતાની આંખ પર એક નાનું પન્ના ઉકેરાયેલું છે, જ્યારે ડાયલની પૃષ્ઠભૂમિમાં ચમકદાર સફેદ હીરા ગોઠવવામાં આવ્યા છે, જે તેને શાહી દેખાવ આપે છે. શ્લોકાની આ રિસ્ટ વોચ ‘કાર્ટિયર’ બ્રાન્ડની હતી. એક ફેશન ડિકોડિંગ પેજ મુજબ, આ ઘડિયાળની કિંમત ₹93,60,000 છે. ખરેખર આ જોઈને એટલું ચોક્કસ સમજાય કે મોટી વહુ પણ કિંમતી અને અમૂલ્ય ઘરેણાં પહેરવાનું પસંદ કરે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.