અનંત અને રાધિકા ના લગ્નમાં 100-200 નહિ [ન મહેમાનોને કુલ 2500 વાનગીઓ પરોસાશે ! ઇન્ડિયન, મેક્સીકન ફૂડથી લઇ…જાણો મેન્યુ
હાલ સમાચાર પત્રો તથા સોશિયલ મીડિયા પર પણ જો કોઈ વાત ખુબ ચર્ચિત થઇ રહી હોય તો તે છે અંબાણી પરિવારના લાડલા દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની વાત, સોશિયલ મીડિયા પર આ અંગેની અનેક તસવીરો તથા રોજની અનેક ખબરો હાલ સામે આવી રહી છે, જેને લોકો દ્વારા તો ખુબ પસંદ કરવામાં આવી જ રહ્યું છે. ગઈકાલે તેઓના પ્રિવેડિંગનું કાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું.
જેમાં પ્રિ વેડિંગ ફંકશની અનેક વિગતો સામે આવી હતી અને કઈ તારીખે ક્યુ ફંક્શન તથા શું ડ્રેસ કોડ રહેશે તે અંગેની જાણકારી આ કાર્ડ દ્વારા આપવામાં આવી હતી, એવામાં હાલ ફરી આ લગ્નેને લઈને એક વાત ખુબ ચર્ચિત થઇ રહી છે જે આ ફંક્શનના લગ્નની રસોઈ છે. આ લગ્નની અંદર દેશ વિદેશથી મેહમાનો હાજરી આપવાના છે આથી જ જમવાની પણ ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે
અનંત-રાધિકાના પ્રિ વેડિંગ ફંક્શનનો મેન્યુ પણ હાલ સામે આવી ચુક્યો છે રિપોર્ટ અનુસાર સામે આવ્યું છે કે આ ફંક્શનમાં જમવાનું બનવા માટે 25 થી વધારે શેફની સ્પેશ્યલ ટિમ ઇન્દોરથી જામનગર ખાતે પોહચશે અને આ ફંક્શનના રસોઈની પુરી જવાબદારી સંભાળશે, આ મેન્યુની અંદર ઇન્દોરી ફૂડને વધુ મહત્વ આપવામાં આવશે જયારે મુખ્ય વ્યંજનોમાં પારસીથી લઈને થાઈ,મેક્સિકન અને જાપાનીની સાથો સાથ પૈન-એશિયાઈ વ્યંજનોનો પણ સમાવેશ કરવામાં આવશે.
ત્રણ દિવસ ચાલવાનું આ પ્રિ વેડિંગ ફંક્શનની અંદર મેન્યુમાં 2500 થી પણ વધારે વ્યંજનો હશે જે અનુસાર સવારના નાસ્તામાં મેહમાનોને 70 થી વધારે ઓપશન આપવામાં આવશે જયારે બપોરના જમવામાં 250 તથા રાતના જમવામાં પણ 250 થી પણ વધારે વ્યંજનોનો ઓપશન મેહમાનોને આપવામાં આવશે . શાકાહારી મેહમાનો માટે વેજ જમવાનું પણ અલગથી રાખવામાં આવશે. અનંત રાધિકાના લગ્નની અંદર કુલ 1000 મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે જેમાં વિશ્વના મોટા મોટા નામો જેવા કે બિલ ગેટ્સ અને મેલિન્ડા ગેટ્સ જેવા નામો સમાવિષ્ટ છે.