રાજકોટમાં તહેવારની ખુશીઓ પર ફરી વળ્યું દુઃખનું મોજું ! જન્માષ્ટમીની તૈયારી કરી રહ્યો હતો ત્યાં જ યુવક સાથે બન્યું એવું કે મૌત….
વર્તમાન સમયને ધ્યાનમાં રાખીને જો વાત કરવામાં આવે તો આખા ગુજરાત રાજ્યની અંદરથી અનેક એવી ઘટનાઓ સામે આવતી જ રહે છે જેના વિશે જાણીને આપણને પણ આંચકો જ લાગતો હોય છે, એવામાં મિત્રો તમને ખબર જ હશે કે ગઈકાલે જ ગુજરાત રાજ્યમાંથી ખુબ ભાવપૂર્ણ રીતે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી, આપણા ગુજરાતના અનેક જિલ્લાઓની ગલીએ ગલીએ તથા મંદિરોએ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી, આવા સારા તહેવાર વચ્ચે રાજકોટમાંથી એક ખુબ જ દુઃખદ ઘટના સામી આવી હતી.
રાજકોટ શહેરના જુના માર્કેટિંગ યાર્ડ હનુમાનજી ચોકની અંદર જન્માષ્ટમીની ઉજવણીની તૈયારીઓ કરવામાં આવી રહી હતી,એવામાં આ ઉજવણીની તૈયારી કરતા સમયે જ 25 વર્ષીય યુવાન અચાનક ઢળી પડ્યો હતો જે બાદ તેને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવતા ત્યાં સારવાર દરમિયાન જ યુવકનું મૃત્યુ નિજપતા તહેવારનો આનંદ શોકના મોજામાં પરિવર્તિત થયો હતો, આ ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે દોડી આવીને જરૂરી કાગળ કામ કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી દીધો હતો.
સમાચાર અનુસાર જાણવા મળ્યું છે કે જતીન ખોડાભાઈ સરવૈયા(ઉ.વ.25) જે મહાનગરપાલિકાની અંદર કોન્ટ્રાકટ બેઇઝ પર વોલ્વમેંનની નોકરી કરી રહ્યો હતો તે જન્માષ્ટમીની તૈયારીમાં અચનાક જ ઢળી પડી હતો જે બાદ તેને હોસ્પિટલ ખસેડી દેતા ફરજ બજાવતા તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.મૃતક જતીનભાઈને પરિવારમાં તેઓને એક દીકરો અને એક દીકરી છે જે હવે પિતા વિહોણા બની ચુક્યા છે.
ખરેખર આવા મોટા તહેવારોની અંદર આવી દુઃખદ ઘટના બનવી ખુબ જ દુઃખની વાત કહેવાય, મૃતકના પરિવારજનોમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે. તબીબોના જણાવા અનુસાર વાત કરીએ તો આ યુવાનનું મૃત્યુ હાર્ટઅટેકના લીધે થયું હોવાની હાલ જાણ થઇ છે.ખરેખર હાર્ટઅટેકે તો હવે જીવ ખાધો હોય તેવી જ લાગી રહ્યું છે કારણ કે હાલ તો સગીર વયના યુવાનો પણ એના લીધે મૃત્યુ પામી રહ્યા છે.