India

માં તે માં ! હાથી નું એક વર્ષ નું આ બચ્ચું ખાડા માં પડ્યું..ત્યારબાદ તેની માં એ એવું કર્યું કે…જુઓ વિડીયો.

Spread the love

સોશિયલ મીડિયા પર ક્યારેક ક્યારેક એવા વિડીયો વાયરલ થતા હોય છે કે, આપણને તેના દ્વારા ઘણું બધું શીખવા મળતું હોય છે. એટલે કે હાલ એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. તેમાં એક હાથી એ માતા હોવાનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે. માણસ હોય કે પશુ-પક્ષી પોતાના બાળકો ને મુસીબત માં જોઈ ને તેનો સાથ કોઈ દિવસ માતા છોડતી હોતી નથી.

આ વિડીયો માં જોઈ શકાય છે કે, હાથી નું એક વર્ષ નું બચ્ચું એક ખાડા માં પડી ગયું હતું. ખાડા માં પડેલ 1-વર્ષ નું હાથી નું બચ્ચું ઘણા સમય સુધી ખાડા માં હતું. આથી જયારે તે ભૂખ થી તડપી રહ્યું હતું ત્યારે તેની માં તે ખાડા ની ઉપર એવી રીતે સુઈ ગઈ કે જેનાથી ખાડા માં રહેલ તેનું બચ્ચું આરામ થી દૂધ પીય શકે. પોતાના બચ્ચા ને બહાર કાઢવામાં તે પણ થોડા સમય માટે ખાડા માં ફસાઈ ગઈ. આની સૂચના રાહત બચાવ ના લોકો ને મળી એટલે તે લોકો તરત જ ત્યાં આવી ને હાથી અને તેના બચ્ચા ને બચાવી લીધા હતા…જુઓ વિડીયો.

આ વિડીયો સમાચાર મુજબ થાઈલેન્ડ દેશ નો છે. જ્યાં આવેલા એક વન વિસ્તાર માં એક હાથી નું બચ્ચું ભટકતું ભટકતું એક ખાડા માં પડી ગયું હતું. હાથી તેના બચ્ચા ને ખાડા માં પડેલું જોઈ ને ખુબ જ ચિંતાતુર થઇ ગયો હતો. રાહત બચાવ દળ ના કર્મચારી ને સૂચના મળતા જ તે લોકો એ જે.સી.બી ની મદદ થી આજુબાજુ બીજો મોટો ખાડો ખોદી ને બહાર કાઢ્યું હતું.

જાણવા મળ્યું હતું કે, આ બચાવ અભિયાન લગભગ સાત કલાક સુધી ચાલ્યું હતું. જ્યાં સુધી હાથી નું બચ્ચું બહાર ના આવ્યું ત્યાં સુધી હાથી પણ ત્યાં જ હતો. લોકો એ ભારે મુસીબત બાદ આ સફળ કામ કર્યું હતું. આવા અનેક વિડીયો માતા ના આપણને જોવા મળતા હોય છે. અને આવા પ્રાણીઓ પરથી પણ આપણને ઘણું જ શીખવા મળતું હોય છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *