કાર અને આઇસર વચ્ચે ની અથડામણ માં આખેઆખો પરિવાર તબાહ! ઘટના જાણી ધ્રુજી જશે.
રોજબરોજ અકસ્માત થવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. ક્યારેક ક્યારેક અકસ્માતમાં આખેઆખો પરિવાર તબાહ થઈ જતો હોય છે. એવી જ એક ઘટના મધ્યપ્રદેશથી સામે આવી છે. જેમાં એક કાર અને એક આઇસર વચ્ચે ગંભીર રીતે અકસ્માત થયો હતો. જેમાં કારમાં સવાર એક પરિવાર આખેઆખો તબાહ થઈ ગયો હતો.
જેમાં પતિ પત્ની સહિત બે માસુમ દીકરીઓના પણ મોત નીપજ્યા હતા. એક સાથે એક ઘરમાંથી ચાર ચાર અર્થીઓ ઉઠતા પરિવારના લોકોમાં ગંભીર વાતાવરણ છવાઈ ગયું હતું. આ ઘટના વિગતે જાણીએ તો આ ઘટના મધ્યપ્રદેશથી ઉત્તર પ્રદેશ જતા એક પરિવારની છે. જેમાં મૃતકનો પરિવાર મધ્યપ્રદેશના હરદામાં રહેતો હતો. જ્યારે તે મધ્યપ્રદેશથી ઉત્તર પ્રદેશ કારમાં આખો પરિવાર જઈ રહ્યો હતો ત્યારે કાર અને સામેથી આવતા એક ટ્રકની ભયંકર રીતે અથડામણ થઈ હતી.
જેમાં પતિ પત્ની સહીત બે દીકરીઓના મોત નીપજ્યા હતા. આ અકસ્માત સાગર – રાહત ગઢ પર આવેલા બેરખેડી પાસે સર્જાયો હતો. મૃતક પરિવારના ત્રણ ઓક્ટોબરના રોજ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જ્યારે મૃતકનો પરિવારની લાશને ઘરે લાવવામાં આવી હતી. ત્યારે આખા પરિવારમાં ગંભીર વાતાવરણ છવાઈ ગયું હતું. પરિવારના લોકો ધૃસ્કે ધૃષ્કે રડી રહ્યા હતા.
મૃતક પરિવારના 40 વર્ષીય મોહિત શુક્લા ની માતા શકુંતલા દેવી પુત્ર અને પૌત્રવધુ ના ચહેરા જોવા માટે વિનંતી કરી રહી હતી અને રોકકડ કરી રહ્યા હતા. આ અકસ્માતમાં મૃત્યુ પામનાર મોહિત શુક્લા 40 વર્ષ, પત્ની દક્ષા 35 વર્ષ, દીકરી માન્ય આઠ વર્ષ અને લાવણીયા 14 વર્ષ આ ચાર એક જ પરિવારના સભ્યો મૃત્યુ પામ્યા હતા. બંને દીકરીઓ સહિત માતા-પિતા ના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
મૃતક મોહિત શુક્લાના કાકા ના દીકરાએ બધાને મુખાગ્નિ આપ્યો હતો. જાણવા મળ્યું કે મોહિતના પિતાનું અવસાન દોઢ વર્ષ પહેલા અવસાન થઈ ચૂક્યું છે. આમ મોહિત તેના માતા સાથે તેના પરિવાર સાથે રહેતો હતો અને માતા શકુંતલા દેવીના પતિ પણ દોઢ વર્ષ પહેલા અવસાન પામ્યા અને હવે આખેઆખો પરિવાર દીકરા સહિત તબાહ થઈ જતા માતાના આંખોમાંથી આંસુ સુકાવાના નામ લેતા ન હતા અને મોહિતના પત્ની મૃતક દક્ષા બેન શુક્લાના પરિવારમાં પણ આવું વાતાવરણ જોવા મળ્યું હતું. આમ આ ગંભીર અકસ્માત સામે આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!