Gujarat

દિવાળી ના ત્યોહાર માં પરિવાર માં છવાયો મોત નો માતમ ! જે ઘટના બની તે જાણી હૃદય કમ્પી ઉઠશે.

Spread the love

આપણા ગુજરાતમાંથી રખડતા ઢોરના અડફેટે આવતા ઘણા બધા લોકોના મોત થતા હોય છે. હાલમાં દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે અને એવામાં ભાવનગર થી એક દુઃખદ સમાચાર સામે આવી છે જેમાં એક વ્યક્તિ પોતાની દુકાને કામે જઈ રહ્યો હતો ત્યારે રખડતા ઢોર ની અડફેટે આવી જતા દિવાળીના દિવસોમાં આ વ્યક્તિના ઘરમાં માતમ છવાય ચૂક્યો છે.

હાઇકોર્ટે સરકારની વારંવાર ઝાટકણી કાઢવા છતાં પણ માત્ર કાગળ ઉપર જ બધું રહી જાય છે અને મનપાની નબળી કામગીરી રોજબરોજ સામે આવતી રહે છે. વધુ વિગતે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના વડવા ખડીયા કુવા વિસ્તારમાં આ દુઃખદ ઘટના બની હતી. જેમાં ભાવનગરના નવજીવન સોસાયટીમાં રહેતા પરેશભાઈ વાઘેલા કે જે કામ અર્થે તે દુકાને જઈ રહ્યા હતા. એ સમય રખડતા ઢોર ની અડફેટે આવી જતા તેનું દુઃખદ મોત નીપજ્યું હતું.

જે બાદ પરિવારમાં ભારે માતમ છવાઈ ચૂક્યો હતો. એક બાજુ દિવાળીની ખુશી તો બીજી બાજુ માં મોતનો માતમ છવાઈ ચૂક્યો હતો. આ બાબતે લોકોમાં ભારે રોશની લાગણી ફેલાય ચૂકી હતી અને પોલીસે પરેશભાઈ વાઘેલા ની લાશને પીએમ અર્થે હોસ્પિટલે ખસેડી હતી. અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. થોડા સમય પહેલા જ હાઇકોર્ટમાં અરજદારે કરેલ અરજીમાં હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી.

જેમાં સરકાર તરફથી હાઇકોર્ટને જણાવવામાં આવ્યું કે રખડતા ઢોર ઉપર સતત તેની ટીમ દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે છતાં પણ આવા બનાવો બનતા લોકોમાં ભારે રોશની લાગણી જોવા મળે છે અને સરકારે લીધેલા નિર્ણયો માત્ર કાગળ પર જ રહી જતા હોય છે. આમ ગુજરાતમાં દિન પ્રતિદિન રખડતા ઢોરનો મામલો ખૂબ જ વધી રહ્યા છે અને લોકો રોજબરોજ મોતને ભેટતા હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *