નવા અંજલીભાભી એ શો માં આવતા ની સાથે જ દર્શકો ને કરી હતી નમ્ર અપીલ જાણી ને લાગશે ઝટકો જાણો વિગતે.
છેલ્લા 14 વર્ષથી ભારતના લોકોમાં ખૂબ જ પ્રસિદ્ધ થયેલી કોમેડી સિરિયલ taarak mehta ka ooltah chashmah લોકોનું મનોરંજન કરી રહી છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં આવતા પાત્રો લોકોને ખૂબ જ પસંદ આવતા હોય છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી એક પછી એક કલાકારો શોમાંથી એક્ઝીટ લઈ રહ્યા છે અને નવા નવા કલાકારો આવી રહ્યા છે. તેમાં તારક મહેતામાં આવતા અંજલી ભાભી એટલે કે નેહા મહેતાની વાત કરવામાં આવે તો તેને પણ સોને અલવિદા કહી દીધેલું છે.
અને તેને સ્થાન ઉપર અંજલિ ભાભીના પાત્ર તરીકે સુનૈના ફોજદાર આવી ચૂક્યા છે. આ કલાકાર ની જૂના તારક મહેતા એટલે કે શૈલેષ લોઢાની સાથે અનેક તસવીરો શેર થયેલી જોવા મળે છે. જ્યારે આ કલાકારે શોમાં એન્ટ્રી લીધી ત્યારે જુના તારક મહેતા શૈલેષ લોઢા સિરિયલમાં કામ કરતા હતા પરંતુ હવે તો શૈલેષ લોઢાએ પણ શો ને અલવિદા કહી દીધેલું છે.
આ કલાકાર શોમાં આવ્યા ત્યારે દર્શકો દ્વારા તેને ખાસ પ્રતિસાદ આપવામાં આવતો ન હતો એ સમયે કલાકારે ફોટો શેર કરીને લખ્યું હતું કે, બધા જ કલાકારો દર્શકોનું મનોરંજન કરવા માટે જ હોય છે અને ત્યારબાદ ધીરે ધીરે આ કલાકાર લોકોના દિલોમાં જગ્યા બનાવતા જોવા મળે છે. આગળ લખ્યું હતું કે અંજલિભાભી ના પાત્ર તરીકે તારક મહેતા ની અંદર મારું મહેરબાની કરીને સ્વાગત કરો. તમારા બધાના સહકાર અને શુભકામના ની જરૂર છે. કારણ કે હંમેશા ની જેમ જ તમે જ અમારી તાકાત રહો છો ગણપતિ બાપા મોરિયા.
આમ આ કલાકારે દર્શકોને પણ નમ્ર વિનંતી કરી હતી કે તેને આ શોમાં અંજલી ભાભી તરીકે સ્વીકારવામાં આવે અને હાલમાં દર્શકોને ખૂબ જ મનોરંજન કરી રહ્યા છે. તારક મહેતા કા સિરિયલની વાત કરવામાં આવે તો હવે તો તારક મહેતાનું પાત્ર ભજનો શૈલેષ લોઢા પણ શોમાંથી બહાર નીકળી ચૂક્યા છે અને તેના સ્થાને સચિન શ્રોફ તારક મહેતાનું પાત્ર ભજવતા જોવા મળે છે. આમ હજુ દયાબેન નું પાત્ર પણ શોમાં જોવા મળતું નથી. હવે ચાહકોમાં પણ ખૂબ જ આતુરતા વધતી જાય છે કે ક્યારે દયાબેન નું પાત્ર ભજવવા માટે કોઈ કલાકાર શોમાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!