સીતરંગ નામનું વાવઝોડુ તબાહી મચાવવા છે તૈયાર આ તારીખે આ રાજ્યો માં દસ્તક દેશે ચક્રવાત સીતરંગ, જાણો વિગતે.
આપણા ભારત દેશમાં હાલમાં દિવાળીનો માહોલ ચાલી રહ્યો છે. પરંતુ હાલમાં હવામાન વિભાગે એક આગાહી કરી છે જેના પગલે કેટલાક રાજ્યો એવા છે કે જ્યાં ભારે વરસાદ પડી શકે છે. જેમાં દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોનો સમાવેશ થાય છે. હવામાન વિભાગે એલર્ટ જાહેર કરતા કહ્યું કે ઉત્તર અંદમાન સમુદ્ર અને દક્ષિણ અંદમાન સમુદ્ર અને દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીના આસપાસના વિસ્તારોમાં લોપ્રેશર સર્જાઇ રહ્યું છે.
અને તે લોપ્રેશર 22 ઓક્ટોબરની આસપાસ પશ્ચિમ, ઉત્તર, પશ્ચિમ તરફ આગળ વધે તેવી સંભાવનાઓ છે અને આ લો પ્રેશર બંગાળાની ખાડી મા 23 ઓક્ટોબરના રોજ પહોંચે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવેલ છે. આ લો પ્રેશર જ્યારે ચક્રવાતમાં પરિવર્તિત થશે ત્યારે તે ચક્રવાતનું નામ સીતરંગ રાખવામાં આવ્યું છે. આ સીતરંગ નામ થાઈલેન્ડ દેશ દ્વારા સૂચવવામાં આવ્યું છે.
હવામાન વિભાગે આ બાબતે ઓડિશા સરકારને એલર્ટ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. આ સાથે ઓડિશા સરકારમાં ચક્રવાતી સંભાવનાઓને કારણે જિલ્લાઓના વરિષ્ઠ અધિકારીઓને એલર્ટ ઉપર રાખવાનો આદેશ આપ્યો છે તથા સરકારી કર્મચારીઓની રજાઓ રદ કરવાનો આદેશ પણ આપ્યો છે. જાણવા મળ્યું કે 24 અને 25 ઓક્ટોબરના રોજ ઓડિશામાં છુટા છવાયા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવેલી છે.
તો પશ્ચિમ બંગાળમાં પણ 24 અને 25 ઓક્ટોબર ના રોજ ભારે વરસાદની આગાહી પડી શકે છે. સાથોસાથ મણીપુર, ત્રિપુરા અને નાગાલેન્ડ જેવા રાજ્યો માં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું કે દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપ 45 થી 65 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવનાઓ છે.
અને 27 ઓક્ટોબરથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવેલી છે .આમ શીતરંગ નામનું ચક્રવાત હવે ધીરે ધીરે ભારતના કેટલાક રાજ્યોમાં છૂટાછવાયા વરસાદ સાથે આવી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવેલી છે. આમ કેટલાક રાજ્યોમાં દિવાળીના દિવસોમાં પણ વરસાદી માહોલ સર્જાય તેવી શક્યતાઓ જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!