Gujarat

NRI યુવક દ્વારા સોશિયલ મીડિયા મારફતે મળેલ ધમકી બાદ દેવાયતભાઈ ખવડે કંટાળી ને ભર્યું આ પગલું, જાણો વિગતે.

Spread the love

આપણા ગુજરાતમાં ઘણા બધા ગાયક કલાકારો અને ડાયરા ના કલાકારો આવેલા છે. આવા કલાકારોનો જ્યારે કાર્યક્રમ હોય છે ત્યારે લાખોની સંખ્યામાં લોકો ઉપસ્થિત થતા હોય છે. એવા જ એક ડાયરા ના કલાકાર દેવાયતભાઈ ખવડ જાણવા મળ્યું કે દેવાયતભાઈ ખવડને એક એનઆરઆઈ યુવક દ્વારા સોશિયલ મીડિયાના મારફતે ધમકીઓ આપવામાં આવે છે. આ બાબતે દેવાયતભાઈ ખવડ કંટાળીને હાઇકોર્ટમાં બે અરજીઓ કરેલી છે.

જાણવા મળ્યું કે યુનાઇટેડ કિંગડમ માં રહેતા જીત મોડાસિયા નામના યુવકે પોતાના instagram પેજ ઉપર અપમાનજનક શબ્દનો ઉપયોગ કરીને તેમજ ધમકી આપીને દેવાયતભાઈ ખવડને હેરાન કરવામાં આવી રહ્યા છે. જે બદલ દેવાયતભાઈ ખવડનું કહ્યું છે કે તેને રાજકોટ પોલીસને આ બાબતે કાર્યવાહી કરવાની માંગ કરી હતી પરંતુ રાજકોટ પોલીસે કાર્યવાહી ન કરવો આક્ષેપ દેવાયતભાઈ ખવડે કરેલો છે.

આ બાદ દેવાયતભાઈ ખવડે હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. જેમાં તેના વકીલ ઉત્કર્ષ દવે દ્વારા બે અરજીઓ દાખલ કરવામાં આવે છે. જેમાં દેવાયતભાઈ ખવડે જીત મોડાસિયા નું instagram એકાઉન્ટ હેન્ડલ સસ્પેન્ડ કરવાની માંગ કરી છે અથવા દૂર કરવાની માંગ કરી છે અને તેને મળી રહેલી ધમકી ઉપર તેને કાર્યવાહી કરવાની માંગ કરી છે. જીત મોડાસિયા નામનો યુવક instagram પેજ ઉપર લાઈવ થઈને દેવાયતભાઈ ના નામ ઉપર દૂર વ્યવહાર કરી રહ્યું છે.

જેના પગલે આ અરજી કરવામાં આવેલી છે અને અરજીમાં જણાવ્યું છે કે જીત મોડાસિયા ની આ હરકતને કારણે અરજદાર માનસિક પીડામાં છે તેમ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે. જીત મોડાસિયા ના લાઈવ થવા ઉપર તેનો વિડીયો ભારત અને વિદેશમાં ઘણા લોકો જોઈ રહ્યા છે હોય છે. દેવાયતભાઈ ખવડ ની અરજીમાં જણાવવામાં આવ્યું છે કે જીત મોડાસિયા ની પ્રવૃત્તિઓ ભારતની સાર્વભૌમત્વ અને સ્થિરતા માટે ખતરા રૂપ છે.

અને કહ્યું કે દેવાયત ભાઈ ના સોશિયલ મીડિયા ઉપર ચાહક નો વર્ગ ઘણો મોટો છે આ બાબતે જો કોઈ ઘટના બને તો તેના ચાહકો કેવી પ્રતિક્રિયા આપશો તે કહેવું મુશ્કેલ થઈ પડે છે. આથી દેવાયતભાઈ ખવડે જલ્દીથી આ બાબતે ન્યાય મળે તેની માંગણી કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *