આ ટીવી શોસમા આધેડ વયના કલાકારોને ચડ્યો હતો પ્રેમનો રંગ! જાણો ક્યાં ક્યાં ટીવી શોનો સમાવેશ થાય છે?
આપણા ભારતમાં અનેક પારિવારિક ટીવી સિરિયલો ટેલિવિઝન ઉપર પ્રસારિત થતી હોય છે અને લોકોનું મનોરંજન કરતી હોય છે. પારિવારિક સિરિયલો એવી હોય છે કે જેમાં ન બનવાની ઘટનાઓ બનતી હોય છે અને દર્શકોનું ધ્યાન પોતાના તરફ ખેંચવા માંગતા હોય છે. હવે પારિવારિક સિરીયલોમાં એક નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આ ટ્રેન્ડ એવો છે કે પારિવારિક સિરિયલો માં દર્શકોનું ધ્યાન ખેંચવા માટે કોઈ બે પાત્રની લવ સ્ટોરી નો તડકો ઉમેરવામાં આવતો હોય છે અને આ લવ સ્ટોરી એવી હોય છે કે જેમાં કલાકારો ના પાત્રોની ઉંમરમાં ઘણો બધો તફાવત જોવા મળે છે. આ બધી પારિવારિક સિરીયલોની વાત કરવામાં આવે તો,,
અનુજ અનુપમા- અનુપમા વનરાજ દ્વારા છેતરાયા બાદ અનુપમા સાવ એકલી પડી ગઈ હતી. આવી સ્થિતિમાં સો ના મેકર્સ દ્વારા અનુજની શોમાં એન્ટ્રી કરાવવામાં આવી અને બંનેની લવ સ્ટોરી શરૂ કરવામાં આવી. આજે અનુજ અને અનુપમા ના રોમેન્સ ની કહાની લોકોને ખૂબ પસંદ આવે છે.
સ્વરણ અજીત- સીરીયલ સ્વરણ ઘરમાં સ્વરને અજીતના પ્રેમનો અહેસાસ થયો છે. બેબીની વિનંતી પર સ્વર્ણ અને અજીત લગ્ન કરવા માટે સહમત થયા છે અને હવે બંનેની લવ સ્ટોરી ની શરૂઆત થયેલી જોવા મળે છે.
પ્રેરણા બજાજ- કસોટી જિંદગી કી માં પ્રેરણા અને બજાજના પ્રેમને ખૂબ જ અનોખી રીતે દર્શાવવામાં આવેલા છે. લગ્ન સમયે બજાજ ની ઉંમર મોટી હતી અને તેની સાથે તેને બે બાળકો પણ હતા. આમ આ લવ સ્ટોરી ખૂબ જ અનોખી છે.
રામ કપૂર સાક્ષી તંવર- બડે અચ્છે લગતે હૈ ટીવી સીરીયલ માં રામ અને પ્રિયા ની લવ સ્ટોરી તો નાનપણમાં જ શરૂ થઈ જાય છે અને ચાહકો આ બંને કલાકારોને ખૂબ જ પસંદ કરતા આવ્યા છે. આમ રામ અને પ્રિયાની લવ સ્ટોરી પણ કંઈક વિશેષ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!