14-વર્ષ ની ધૈર્યા પ્રત્યે સંવેદના દર્શાવતા મણિધર બાપુ એ ધૈર્યા ના પિતા વિષે જે કહ્યું તે સાંભળી રૂવાંટા બેઠા થઇ જશે કહ્યું કે,
14 વર્ષની ધૈર્યા ઉપર વળગાડ હોય તેની શંકા ને લઈને તેના પિતા તેના મોટા બાપુજી એ તાંત્રિક વિધિના રવાડે ચડીને તેની હત્યા કરાવી નાખી હતી. 14 વર્ષની ધેર્યા ના પિતા ભાવેશભાઈ અકબરી તેની પત્ની સાથે સુરત રહેતા હતા અને ઘાવા ગીર ગામમાં 20 વીઘા ની જમીન પણ ધરાવે છે. ભાવેશ અકબરી ધૈર્યા ના પિતા છે અને ધૈર્યા પોતાના મોટા પપ્પા સાથે પોતાના ગામ રહેતી હતી.
જાણવા મળ્યું કે એક ઓક્ટોબર ના રોજ સ્કૂલેથી ધૈર્યા જ્યારે ઘરે આવી ત્યારે તેના પપ્પા અને તેના મોટા પપ્પાએ દીકરીને ભૂતનું વળગાડ થયું હોય તેવી આશંકાને લઈને વાડી એ લઈ જવામાં આવી હતી. ત્યાં ધેર્યાના બધા જ કપડા મંગાવવામાં આવ્યા અને તેનો ઢગલો કરી તેને સળગાવવામાં આવ્યા હતા. બાદમાં ધૈર્યા ને તેની નજીક ઉભી રાખવામાં આવી હતી. ધૈર્યા આગની નજીક ઉભી રહેતા તેના શરીરે ફોડલા પણ થઈ ચૂક્યા હતા.
ધેર્યાના મૃત્યુ બાબતે કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં આવેલ મોગલ માતાના કબરાઉ ધામ ના મણીધર બાપુએ આ વિશે કહ્યું કે કે માતા અને તેના પરિવાર જનો ઉપર પસ્તાવો જોવા મળતો ન હતો. તે હાલ પણ તંત્ર મંત્ર અને ભૂતપ્રેતની માન્યતાઓ અને અંધશ્રદ્ધા વિશે જ કહી રહી હતી. જે ખરેખર નિંદનીય છે. એક જનેતાના મોઢે આવા શબ્દો સાંભળીને ખૂબ દુઃખ લાગે છે અને મણીધર બાપુએ કહ્યું કે આવા પિતાને પિતા ના કહેવાય આવા ને રાક્ષસો કહેવાય અને મા મોગલ ક્યારે માફ નહીં કરે.
આમ આ બાબતે મણીધર બાપુએ પણ પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી અને મૃતક દીકરી પ્રત્યે સંવેદના દર્શાવી હતી. આ આખી ઘટના બનતા ગુજરાત માં ભારે ચર્ચા નો વિષય થવા પામી હતી. આ બાબતે પોલીસે ધૈર્યા ના પિતા અને તેના મોટા બાપુ ની અટકાયત કરી લીધી હતી અને આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી. આમ આ ખુબ જ દુઃખ ઘટના સામે આવી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!