Gujarat

ગુજરાત ના આ ગામ મા ચુંટણી ટાણે હોય છે સન્નાટો ! 1983 થી કોઈ પક્ષને પ્રચાર કરવાની મંજુરી નથી છતા દર વખતે 100 % મતદાન થાય છે….જાણો આવું કેમ…

Spread the love

રાજ્યમાં હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો ચૂંટણીને ફક્ત ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. એવામાં દરેક પાર્ટી પોતાનો પ્રચાર પ્રસારમાં લાગી પોતાની પાર્ટીને વિજય બનાવામાં લાગી ચુકી છે, પરંતુ આજે અમે તમને એક એવા ગામની વાત લઈને આવ્યા છીએ જેમાં ચૂંટણીના પ્રચારની એક ગુંજ પણ સાંભળવા નથી મળી રહી, હવે આ ગામમાં એવુ કેમ છે તેના વિશે તમને પુરી વાત જણાવીએ.

રાજકોટ જિલ્લાનું આ ગામ સમઢીયાળા છે જ્યા કોઈ પણ પાર્ટીને પ્રચાર પ્રસાર પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ ગામની વિશેષતા એ છે કે ગામમાં કોઈ પણ પ્રતીનો પ્રચાર નથી થતો તેમ છતાં ગામમાં 100% મતદાન થાય છે, આ પરથી આપણે અંદાજો લગાવી શકીએ કે આ ગામ મતદાનને લઈને કેટલું વધારે જાગૃત છે. આ ગામમાં કોઈ પણ રાજકીય પાર્ટીને પ્રચાર પર પ્રતિબંધ મુકવા પાછળનું પણ ગ્રામજનોએ ખુબ અનોખું કારણ જણાવ્યું છે.

સમઢીયાળા ગામ રાજકોટથી ફક્ત 20 કિમીના અંતરે આવેલ છે, ચૂંટણીને લઈને અહીંના લોકોએ ખુબ અનોખી પહેલા કરેલી છે. ગામમાં જો કોઈ વ્યક્તિ મતદાન નહિ કરે તો તેને દંડ ફટકરવામાં આવશે. આ ગામમાં કોઈ પણ રાજકીય પાર્ટીને પ્રચાર કરવાની પણ સખત મનાય છે કારણ કે આવા પ્રચારને લીધે વિસ્તારને ઘણું બધુ નુકશાન થાય છે. આ ગામમાં દંડ આપતા હોવાને લીધે 100 ટકા મતદાન થાય છે. મતદાન પેહલા અહીં એક બેઠક બોલાવામાં આવે છે જેમાં જે કોઈ પણ વ્યક્તિ મતદાન ન કરી શકે તો સમિતિને કારણ જણાવાનું રહેતું હોય છે.

ગામના સરપંચ આ અંગે જણાવે છે કે મતદાન ન કરતા દંડ વસુલવામાં આવતો હોવાને લીધે કોઈ પણ વ્યક્તિ મતદાનથી વંચિત રહેતું નથી.ગામના સરપંચ જણાવે છે કે આ નિયમ વર્ષ 1983 થી આ ગામમાં અમલમાં આવ્યો છે અને આ નિયમથી તમામ રાજકિત પાર્ટી અને નેતાઓ પણ વાકેફ છે, જો કોઈ પણ રાજકિત પાર્ટી સમઢીયાળા ગામમાં પ્રચાર કરશે તો તેઓને મત ગુમાવાનો વારો આવશે. સમઢીયાળા ગામ ખુબ અત્યાધુનિક સુવિધાઓથી ભરપૂર છે, અહીં wifi, સીસીટીવી કેમેરા, પીવા માટે શુદ્ધ પાણી જેવી તમામ અત્યાધુનિક સુવધાઓ રહેલી છે.

જણાવી દઈએ કે આ ગામની કુલ વસ્તી 1700ની છે જેમાં 995 જેટલા મતદારો છે જે પોતાના વિચારો અને પોતાની ઈચ્છા મુજબ મતદાન કરે છે. ગામની આવી વિશેષતાને લીધે જ સમઢીયાળા ગામ ગુજરાતના બીજા ગામોથી અલગ પડી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *