આ બીઝનેસ મા આ વ્યકતી એ બાજી મારી ! અંબાણી, ટાટા ને પણ પાછળ છોડ્યા
મિત્રો આપડે સૌ જાણીએ છીએ કે હાલનો સમય એ વિજ્ઞાન અને ટેક્નોલોજી નો સમય છે હાલ એવી અનેક વસ્તુ અને શોધો છે જે માનવ જીવન ને ઘણું સરળ બનાવે છે તેવામાં વાત ટેક્નોલોજી ની કરીએ તો હાલના ટેક્નોલોજીના સમય માં એક વ્યક્તિ બીજા વ્યક્તિ સાથે આસાનીથી જોડાયેલ રહે છે. આ માટે હાલના સમય માં અનેક માધ્યમો છે જેને સોસીયલ મીડિયા તરીકે ઓળખાઈ છે.
સોસીયલ મીડિયા પર હાલના સમય માં લગભગ બધા વ્યક્તિઓ હોયજ છે પછી ભલે તે વ્યક્તિ કોઈ મામૂલી હોઈ કે પછી કોઈ ખાસ. હાલ ના સમય માં દરેક વ્યક્તિ સોસીયલ મીડિયા ના માધ્યથી એક બીજા સાથે જોડાયેલ રહે છે. જોકે દેશના લગભગ બધા બિઝનેસ મેન આ માધ્યમ નો ઉપયોગ કરે છે. જો કે દેશ ના સૌથી અમીર માણસ મુકેશ અંબાણી ની તેમાં ગણતરી કરી શકાય નહિ કારણકે તેઓ આવા માધ્યમો પર વધુ સક્રિય જોવા મળતા નથી.
પરંતુ જો વાત રતન ટાટા, હર્ષ ગોયનકા, આનંદ મહિન્દ્ર, ગૌતમ અદાણી, જેવા મોટા મોટા ઉદ્યોગપતિઓ સોશિલ મીડિયા ચલાવે છે આ તમામ મોટા ઉદ્યોગપતિઓ સોસીયલ મીડિયા પર તેમની પોસ્ટ ના માધ્યમ થી લોકો માં જાગૃકતા લાવે છે અને લોકો ની મદદ પણ આ માધ્ય દ્વારા કરે છે. તેથી જ આવા મોટા વ્યક્તિ હોવાને કારણે તમારી જવાબદારી વધી જાઈ છે. તમારી દરેક પોસ્ટનો જાહેર જનતા પર ઘણોજ પ્રભાવ પડે છે.
આજ કારણે ગ્લોબલ એનાલિટિક ફર્મ Followerwonk એ દેશ ના ઉદ્યોગપતિ ના સોશ્યલ ઓથોરિટી સ્કોર ની યાદી જાહેર કરી છે. આ સોશ્યલ ઓથોરિટી તે નક્કી કરે છે કે આવા ઉદ્યોગપતિ ની પોસ્ટ થી લોકો કેટલા પ્રભાવિત થાઈ છે જેમનો સ્કોર વધુ તેનો અર્થ તેમ કે તેમની પોસ્ટ થી લોકો વધુ પ્રભાવિત થાઈ છે અને જેમનો સ્કોર ઓછો તેનો અર્થ તેવો કે તેનાથી લોકો પ્રમાણ માં ઓછા પ્રભાવિત થાઈ છે. આમ આવા મોટા ઉદ્યોગપતિઓ સમાજ ઉપર પોતાનો અસર ઉપજાવે છે.
Followerwonk ના જણાવ્યા આનુસાર એક એવો ઉદ્યોગપતિ છે કેજે રતન ટાટા, મુકેશ અંબાણી, આનંદ મહિન્દ્રા, જેવા ઉદ્યોગપતિ ઉપર ભારે પડ્યા છે. આ ઉદ્યોગપતિ નું નામ છે હર્ષ ગોયનકા કેજે આ યાદીમાં 91 નંબર સાથે પહેલું સ્થાન ધરાવે છે. જયારે આનંદ મહિન્દ્ર 87 નંબર સાથે બીજું, કિરણ મજુમદાર 80 નંબર સાથે ત્રીજા સ્થાને. જયારે વાત કારીએ રતન ટાટા ની તો તેઓ 77 નંબર સાથે ચોથા સ્થાને છે. જયારે પાંચમા સ્થાને પીટીએ માલિક વિજય શેખર છે જેમનો નંબર 76 છે.
જો વાત કરીએ છઠ્ઠા નંબર ની તો 76 નંબર સાથે રિષદ પ્રેમજી છે, ગૌતમ અદાણી 70 નંબર સાથે આઠમા સ્થાન પર છે. નવમા સ્થાન પર ઉદય કોટક 70 નંબર સાથે છે. જયારે નંદન નિલેકણી 68 નંબર સાથે 10 માં સ્થાને છે. તમને જણાવી દઈએ કે પહેલા નંબર પર આવેલ હર્ષ ગોયન્કા આરપીજી ગ્રુપ ના ચેઇર મેન છે જોકે સંપત્તિની દ્રષ્ટિએ મુકેશ અંબાણીજ 1 નંબર પર છે.