India

ભારતીય અને બાંગ્લાદેશી યુવતી એ સમલૈંગિક લગ્ન કરતા ભારે ચકચાર ! લગ્ન બાદ બંને હનીમૂન માટે..

Spread the love

આપણા સમાજમાંથી અનેક એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે જે ખૂબ જ વિચિત્ર હોય છે. ક્યારેક યુવતીઓ પોતાની જાત સાથે લગ્ન કરી બેસતી હોય છે. થોડા મહિનાઓ પહેલા જ એવી જ એક યુવતી કે જે ગુજરાતની સામે આવી હતી. જેને પોતાની જાત સાથે લગ્ન કરી લીધા હતા. એવો જ એક કિસ્સો હાલ ભારત દેશના તમિલનાડુ રાજ્યમાંથી સામે આવ્યો છે.

જેમાં તમિલનાડુમાં રહેતે એક યુવતીએ બાંગ્લાદેશ ની મહિલા સાથે સમલૈંગિક લગ્ન કરી લીધા છે. વધુ વિગતે જાણીએ તો ભારતીય મૂળની યુવતી કે જે કેનેડામાં રહેતી હતી. તેનું નામ છે શુભેચ્છા સુબ્રહ્મણી તેને બાંગ્લાદેશની યુવતી ટીના નામની સાથે લગ્ન કરી લીધા છે. તેઓ એકબીજા સાથે કેનેડામાં છ વર્ષ સાથે રહ્યા બાદમાં તેને ભારતમાં આવીને લગ્ન કર્યા હતા.

શુભેચ્છા કહે છે કે આ લગ્ન માટે તેના માતા એ તો ફટાફટ હા પાડી દીધી હતી. પરંતુ તેના પિતા માનવા તૈયાર ન હતા. તેના પિતાને ડર હતો કે આ બાબતે આંદોલન કે વિરોધ ઉપર થશે તો. પરંતુ તેને બંને લગ્ન કરી લીધા છે. બાંગ્લાદેશ ની મહિલા ટીના 19 વર્ષની હતી. ત્યારે જ તેના લગ્ન થઈ ગયા હતા. પરંતુ ત્યારબાદ તે તેના પતિ અને પરિવારથી અલગ રહેતી હતી. આ બંને ભારતીય અને બાંગ્લાદેશ યુવતી કેનેડામાં મળ્યા હતા.

પરંતુ શુભેચ્છા ભારતીય હોવાને નાતે તેને તમિલનાડુમાં આવીને લગ્ન કર્યા હતા. અને લગ્ન કરીને બંને લોકો હનીમૂન માટે દેશની બહાર પણ ગયા છે. બાંગ્લાદેશ ની યુવતી ટીના કહે છે કે તેને ભારતમાં આવીને ખૂબ જ સારૂ લાગે છે અને શુભેચ્છા સાથેનું લગ્ન જીવન શરૂ કર્યા બાદ તે ખૂબ જ ખુશ છે. આમ આ સમલૈગીક લગ્ન એ લોકોનું ધ્યાન આ બંને યુવતીઓ તરફ ખેંચેલું જોવા મળે છે આવા અનેક કિસ્સો આપણી નજરે પડતા હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *