ભારતીય નાગરિકોએ વિદેશમાં ગૂંજવ્યુ “જય શ્રી રામ” નો નારો !! ભૂરિયાઓ પણ ભગવા વસ્ત્ર ધારણ કરીને રેલીમાં જોડાયા…જુઓ વિડીયો
તમને જણાવીએ તો અયોધ્યા રામ મંદિરમાં રામલલ્લાના અભિષેક બાદ 23 જાન્યુઆરીથી મંદિર સામાન્ય ભક્તો માટે ખોલવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ ભગવાનના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ મંદિરમાં ઉમટી પડી હતી. મંદિર ભક્તોથી ભરાઈ ગયું હતું. રામલલ્લાના દર્શન કરવા એટલી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા કે પરિસરમાં પગ મુકવાની પણ જગ્યા રહી ન હતી.
હાલ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ બાદ દેશના લોકોમાં ખુબજ ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. તેમજ વિદેશના લોકોને પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ નો ખુબજ ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેને લગતો એક વિડીયો હાલ સોશિયલ મીડીય ઉપર ધૂમ મચાવી રહ્યો છે વાઇરલ વિડીયો વિષે જણાવીએ તો આ વિડીયો કેલિફોર્નિયાનો છે જ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનો ઉત્સાહ લોકોમાં ખુબજ જોવા મળ્યો હતો.
ત્યાં રહેતા ભારતીય લોકો દ્વારા આ રેલી કરવામાં આવી હતી તો આ સાથે આ રેલીમાં વિદેશ લોકો પણ કેસરી કુરતા પહેરીને શ્રી રામની ધજા લહેરાવતા જોવા મળ્યા હતા. તેમજ આ રેલીમાં રાતના સમયે એક સાથે ઘણી બધી ટેસ્લા કાર દ્વારા અનોખો લાઈટ શૉ રાખવામાં આવ્યો હતો. આ રામ મંદિર કાર રેલી નો વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર લોકો દ્વારા ખુબજ પસંદ કરવામાં આવી રહ્યો છે.
આ રેલીમાં વિદેશી લોકો પણ જય શ્રી રામના નારા લગાવતા જોવા મળ્યા હતા. તેમજ ભારતીય લોકોની આ રામભક્તિનો વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર 25 હજાર થી પણ વધુ લાઈક મેળવી ચુક્યો છે. તેમજ 1 લાખ 20 હજારથી પણ વધુ લોકો દ્વારા આ વિડીયો જોવામાં આવ્યો છે. આમ આ વિડીયો સોશિયલ મીડીય ઉપર ખુબજ વાઇરલ થઇ રહ્યો છે.
View this post on Instagram