મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં જાણે લોકોને માનવ જીવન નો કોઈ મુલ્ય રહ્યું નથી તેમ એક પછી એક અનેક હત્યા ના બનાવો સામે આવે છે દેશ વિદેશમાં રહેતા લોકોમાં જાણે માણસાઈ મરી ગઈ હોય તેમ નાની નાની વાતમાં ઉગ્ર થઈ લોકો ના કરવાના કામ કરી બેસે છે. હત્યા ના વધતાં જતા બનાવ સમગ્ર માનવ જાત માટે ઘણા ખતરનાક છે.
ત્યારે આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં જ થોડા સમય પહેલા એક ભારતીય વિધાર્થી નું કેનેડા માં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી આ ઘટના ને કારણે દરેક પરિવાર કે જેમના બાળકો વિદેશ માં અભ્યાસ કરે છે તેમની ચિંતા માં વધારો થયો છે. જણાવી દઈએ કે મૃત્યુ પામેલા વિધાર્થી નું નામ કાર્તિક વાસુદેવ છે.
હાલમાં તેના મૃત દેહ ને કેનેડા થી દિલ્હી ઈન્દિરા ગાંધી એરપોર્ટ અને અહીંથી એમ્બ્યુલન્સ દ્વારા ગાઝિયાબાદના રાજેન્દ્રનગર સેક્ટર-5 સ્થિત યુવક ના ઘરે લાવવામાં આવ્યો હતો. આ સમયે માતા પિતા પુત્ર ને જોઈને રડવા લાગ્યા જણાવી દઈએ કે કાર્તિક વાસુદેવને મેટ્રો સ્ટેશન નજીક સબવેની બહાર ગોળી મારી દેવામાં આવી હતી.
કાર્તિક વાસુદેવ કેનેડાના કેપિટલ ટોરોન્ટોમાં ગ્લોબલ માર્કેટ મેનેજમેન્ટ કોર્ષ માં અભ્યાસ કરતો હતો હાલમાં કેનેડા પોલીસ દ્વારા આ હત્યા ને લઈને રિચર્ડ જોનાથન નામના અશ્વેત વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. જણાવી દઈએ કે કાર્તિક વાસુદેવ નો મૃત દેહ જોઈને પિતા જીતેશ વાસુદેવ, માતા પૂજા વાસુદેવ નો ખરાબ હાલ છે.
કાર્તિક ને મૃત દેહ ને ગળે લગાવી માં આક્રંદ કરતા ન્યાય ની માંગ કરે છે દીકરા ના મૃત્યુ ની જાણ થતાં અનેક વખત કાર્તિક ની માતા પૂજા વાસુદેવ બેભાન પણ થયા હતા જોકે કાર્તિક ના પિતા જીતેશ વાસુદેવે કેનેડા જઈને પુત્ર ને ન્યાય અપાવવા અને હત્યા પાછળ ના કારણ અંગે જાણવા કેનેડા જવાની વાત જણાવી છે.