IndiaNational

પાકિસ્તાની જેલમાં ફસાયેલ પુત્ર પિતાના મૃત્યુથી અજાણ લખ્યો એવો પત્ર કે સૌ કોઈ ભવુંક થઇ ગયા..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે માનવી ઘણો લાગણીશીલ છે જેના કારણે પોતે પોતાની લાગણી ને વશ થઇ ને ઘણા એવા કામો કરી બેઠે છે કે જેના કારણે તેને અને તેની સાથે જોડાયેલા લોકોને તે કામો ના પરિણામો ભોગવવા પડે છે આપણે સૌ જાણીએ છીએ કે કુદરત દ્વારા દરેક વ્યક્તિને એક સમાન અને એક ભાવનાથી બનાવવામાં આવ્યા છે. દરેકને મનુસ્ય બનાવીને ધરતી ઉપર મોકલવામાં આવ્યા છે. જોકે ધરતી પર આવ્યા પછી મનાવે પોતાના અહમ અને પોતાની લાલચ ના સંતોષ માટે માનવીઓ ને અને કુદરતની સંપત્તિ ધરતીને અલગ અલગ ભાગોમાં વેચી નાખ્યા.

આપણે સૌ જાણીએ છીએ કે જમીન કુદરત દ્વારા મનુષ્યને ઉપયોગ માટે આપવામાં આવી છે. પરંતુ હાલમાં લોકો પોતે પૃથ્વીના મલિક હોઈ તેવી રીતે વર્તે છે અને આ અખંડ ધરતીને લોકોએ પોતાના સ્વાર્થ માટે નાના મોટા અને ભાગોમાં વહેંચી છે જેના કારણે અનેક દેશના નિર્માણ થયા છે આપણે અહીં એક એવા જ બનાવ વિશે વાત કરવાની છે કે જ્યાં માનવીના આવાજ ભાવોના કારણે એક પિતા અને પુત્ર અંત સમયે સાથે રહી શક્ય નહિ.

મિત્રો આ બનાવ રાજસ્થાન નો છે અહીં નું એક ગામ સજ્જન કેજે સેડવા પોલીસ સ્ટેશન ના વિસ્તારમાં આવે છે કેજે બાડમેર જિલ્લામાં આવેલ છે જણાવી દઈએ કે આ ગામ ભારત પાકિસ્તાન બોર્ડર કરતા માત્ર 2 કિલોમીટર જેટલું જ દૂર છે આ વાતા ગામ માં રહેતા એક યુવક ની છે કે જેનું નામ ગેમરારામ મેઘવાલ છે તેની છે એક વખત ગેમરારામ મેઘવાલ પોતાની પ્રેમિકાને મળવા તેના ઘરે ગયો. પરંતુ પકડાઈ જવાના દરે તે ત્યાંથી ભાગી ગયો.

જો કે અજાણતા ભાગતો ભાગતો તે ભારતની સીમા પાર કરી ગયો અને પાકિસ્તાન પહોંચી ગયો કે જ્યાં પાકિસ્તાન સેના દ્વારા પકડી લેવામાં આવ્યો હતો આ ઘટના 4 નવેમ્બર 2020 છે હાલમાં આજ યુવક ગેમરારામ મેઘવાલ દ્વારા પાકિસ્તાન જેલમાંથી એક ચિઠ્ઠી આવી છે જેમાં ગેમરારામ મેઘવાલ દ્વારા પરિવાર અને ખાસ તો તેના પિતાની તબિયત વિશે પૂછવામાં આવ્યું છે જોકે પુત્રના પાકિસ્તનમાં ફસાઈ ગયા બાદ ગેમરારામ મેઘવાલ ના પિતા જયારામ ની તબિયત બગતા તેમનું બે મહિના પહેલા જ અવશાન થયું હતું.

તેવામાં પિતાના મોતની અંજાન પુત્ર દ્વારા પિતાની તબિયત અંગે પૂછતાં પરિવાર ભાવુક થઇ ગયો છે જણાવી દઈએ કે ગેમરારામ મેઘવાલ ના થોડા દિવસ ના મળવાને કારણે તેમના પરિવારે ફરિયાદ નોંધાવતા ગેમરારામ મેઘવાલ પાકિસ્તાન જેલમાં હોવાનું સામે આવ્યું હતું જે બાદ 21 ઓગસ્ટ 2021 ના રોજ પાકિસ્તાનની કરાચી દક્ષિણ કોર્ટ દ્વારા ગેમરારામ મેઘવાલ ને છ મહિના જેલ અને 10,000 રૂપિયા જુર્માનો લગાવામાં આવ્યો હતો હાલમાં ગેમરારામ મેઘવાલ પાકિસ્તાનની કરાચી માલીર જિલ્લાની એક જેલમાં છે.

અહીંથી જ તેણે પરિવાર માટે પત્ર લખ્યો અને ભારત આવતા માછીમારો સાથે મોકલાવ્યો હતો તેને પત્રમાં પોતાની ભૂલને લઈને પછતાવવા અંગે અને પરિવાર તથા પિતાના સમાચાર પૂછ્યા ઉપરત તેણે એ પણ જણાવ્યું હતું કે પોતે પાકિસ્તાન ની જેલમાં છે અને અહીં અનેક ભારિતય માછીમારો પણ છે. આમ અજાણે સરહદ પાર કરનાર ગેમરારામ મેઘવાલ પાકિસ્તાનની ચંગુલમાં ફસાઈ ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *